જૂનાગઢમાં લંપી વાયરસ એ હાહાકાર મચાવ્યો છે આ વાયરસ દરરોજ અનેક પશુને ભરખી જતો હોય હાલ મૃત ગાયો પશુના મૃતદેહ ઉપાડવામાં પણ મનપાની ટીમ પહોંચી વળતી નથી.
આ અંગે મળતી વિગત મુજબ શહેરના મંગલધામ ત્રણમાં જીનલ પેલેસ ની બાજુમાં લંપીના કારણે ગાય માતાનું મોત થયું હતું આ અંગે મનપામાં રજૂઆત કર્યા ને બે દિવસ બાદ પણ કોઈ મૃતદેહ ઉપાડવા માટે ન આવતા સ્થાનિકોમાં ભારે રોજ જોવા મળ્યો હતો. મૃત પશુના કારણે દુર્ગંધ આવતી હોય અહીં રહેવું પણ મુશ્કેલ બની જાય છે ત્યારે મૃત પશુના મૃતદેહનો સત્વરે નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી છે.
આ અંગે મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે,જુનાગઢ શહેરમાં દરરોજ ૪૦ થી ૫૦ ગૌવંશના મોત થાય છે ત્યારે ક્યાં ક્યાં દોડવું મૃત પશુના નિકાલ માટે હાલ ચાર ટ્રેક્ટર બે જેસીબી બે પાણીમાં કામે લગાડ્યા છે દિવસભર શહેરમાંથી મૃત પશુના મૃતદેહને યુનગર ડમ્પીંગ યાર્ડ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે આ માટે બે જેસીબીના બે પાડીના મળી કુલ ચાર ડ્રાઇવરો ચાર ટ્રેક્ટર બે પાણીના મળી આઠ ડ્રાઈવરો તેમજ 10થી વધુ મજૂરોને પણ કામે લગાડવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500