ઉચ્છલના સાકરદા રેલવે ફાટક પાસે ગત તારીખ ૧૮/૧૦/૨૦૨૪નાં બપોરે જીજે/૨૧/ડબલ્યુ/૯૮૬૦ નંબરના આઇસર ટેમ્પોને ઉભેલો જોયો હતો. આ ટેમ્પાની આગળ જીજે/૨૬/એઈ/૦૮૩૩ નંબરની સ્વીફ્ટ કાર ઉભી હતી. તેથી પેટ્રોલિંગમાં રહેલી પોલીસે ટેમ્પા પાસે જઈ તપાસ કરતા સ્વીફ્ટ કારના ચાલકે તેની ઓળખાણ વિપુલ ઉર્ફે ઘોડો અશોક પાટીલ (રહે.સોનગઢ) આપી હતી. પોલીસે ટેમ્પામાં તપાસ કરતા તેમાં ૧૦ ગાય અને ૭ વાછરડા ટૂંકી દોરીથી બાંધેલ અને ખીચોખીચ ભરેલા મળી આવ્યા હતા. ટેમ્પાનાં ચાલક અફ્સલ યુસુફ શાહ (ઉવ.૩૧.,રહે.ગોલવાડ,વ્યારા) અને કલીનર ફારુક કામલ આલીશર (ઉવ.૩૯.,રહે.મગરકુઇ પાટીયા, વ્યારા) પાસે કોઈ આધારપુરાવા ન મળતા પોલીસે પશુઓને ખીચોખીચ ભરી લઈ જતાં ટેમ્પાનાં ચાલક અને કલીનરની અટક કરી હતી. તેણે ગૌવંશને મગરકુઈથી ભરી નિઝરના લક્ષ્મીખેડા ખાતે લઈ જવાતા હોવાનું જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application