Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પુણેમાં ઓટો રિક્ષાવાળાએ રિક્ષાઓ બંધ રાખતા પુણે વાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા

  • November 29, 2022 

પુણેમાં બાઈક ટેક્સીનાં વિરોધમાં ઓટો રિક્ષાવાળાએ રિક્ષાઓ બંધ રાખતા લાખો પુણે વાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. અધૂરામાં પૂરું સિટી- બસ સર્વિસ પર પ્રચંડ ધસાડો થવાથી બસમાં જનારાઓએ પણ કલાકો સુધી રાહ જોઈને હેરાન થવું પડયું હતું. એપ-આધારિત કેબ સર્વિસવાળાએ શરૂ  કરેલી બાઈક-ટેક્સીને કારણે પુણેનાં રિક્ષા વાળાનાં ધંધા પર માઠી અસર પડી છે. જોકે કામધંધે જવાવાળાને આ બાઈક ટેકસી રિક્ષા કરતાં ઘણી સસ્તી પડે છે. એટલે રિક્ષામાં ઊંચુ ભાડું આપીને જવા કરતાં બાઈક-ટેક્સીમાં જ જતા હોય છે એટલે રિક્ષા વાળાનો વિરોધ ભભૂકી ઊઠયો છે.




પુણેના ઓટોરિક્ષા યુનિયને આ બાઈક-ટેક્સી બંધ કરવાની માંગણી સાથે ઉપવાસ પણ કર્યા હતા. રિક્ષા હડતાલને કારણે સ્વારગેટ, ડેક્કન જીમખાના અને જંગલી મહારાજ રોડ સહિતનાં વિસ્તારોમાં બસ- સ્ચોપ ઉપર ભારે ભીડ જોવા મળી હતી. ત્રાસેલા લોકોએ આ હડતાલનો નિવેડો લાવવા માટે પરિવહન સત્તાવાળાને અપીલ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application