માહિતી વિભાગ. નર્મદા : ભારત સરકારના વિજ્ઞાન અને તકનીકી મંત્રાલય, વડા પ્રધાન કાર્યાલય અને કર્મચારી મંત્રાલય, જાહેર ફરિયાદો અને પેન્શન, એટોમિક એનર્જી અને અવકાશ વિભાગના રાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-૨ ખાતે લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન અકાદમી(લબાસના)-મસુરીના તાલીમી અધિકારીઓના ૯૮માં ફાઉન્ડેશન કોર્ષ અને આરંભ પ.૦નો સમાપન કાર્યક્રમ ગરિમા પૂર્ણ રીતે યોજાયો હતો. જેમાં લબાસનાના ડાયરેક્ટર, ૯૮માં ફાઉન્ડેશન કોર્સના કો.ઓર્ડીનેટર, ફેકલ્ટી, અન્ય ફેકલ્ટી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કોર્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર, વિવિધ પ્રવૃતિ અને અભ્યાસક્રમમાં અગ્રેસર રહી ઉજ્જયંત દેખાવ કરનાર તાલીમી અધિકારીઓને મંત્રીના હસ્તે મેડલ તથા ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
જેમાં શ્રેષ્ઠ ઓફિસર્સ ટ્રેઈનીનો ખિતાબ હાંસલ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી “મેં નહીં હમ” થીમ સાથે એકતાનગર ખાતે એક ભારત શ્રેષ્ડ ભારતના સુત્રને સાકાર કરવા ૫૬૦ જેટલા તાલીમી અધિકારીઓને આ કોર્સ પૂર્ણ કરવા બદલ હાર્દિક અભિનંદન સાથે નવા ભારતના નિર્માણ માટે નવી શરૂઆતની શુભેચ્છા પાઠવી હતી. કરિયરમાં કર્તવ્ય નિષ્ઠા અને નિર્ણય શક્તિ નવા ભારતના નિર્માણ માટે અને કેપીસીટી બિલ્ડીંગ માટે સમુચિત વિકાસના વિચાર સાથે પારદર્શકતા, જવાબદેહી સાથે કામ કરવા અનુરોધ કર્યો હતો. છેવાડાના માનવી માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને પારદર્શક અને સ્વચ્છ સુશાસન સાથે નવા ભારતના સ્વપનને સાકાર કરી સમયસર કાર્ય કરી લોક કલ્યાણની યોજનાઓ થકી સેવા સાથે સુંદર સુશાસનની ધૂરા દેશને નવયુવાનો થકી મળશે તેવી આશા વ્યકત કરી હતી. આઝાદીના અમૃતકાળમાં આપણે છીએ ત્યારે, કોરોના વખતે આત્મનિર્ભર બની આપણે લોકોની આરોગ્ય ક્ષેત્રે સરાહનીય કામગીરી કરી છે.
એટલું જ નહીં, આપણે ટેક્નોલોજીના માધ્યમથી ચંદ્રયાન-૩ પણ ઇસરોના વૈજ્ઞાનિકોની મહેનતથી સફળ રીતે પાર પાડીને ભારતને ગૌરવ અપાવ્યું છે. સુશાસન માટે વહીવટમાં “મેં નહીં હમ”ની થીમ પર કામ કરવા પર ભાર મૂક્યો હતો. મિશન કર્મયોગી પરફોર્મન્સ પર ભાર મુકતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું. ટેક્નોલોજી સાથે સતત તાલ મિલાવતા રહેવા પણ જણાવ્યું હતું. દેશની આ યુવાપેઢીને સુંદર સુશાસનની મળેલી તકથી યથાર્થ અને અસરકારક ઢબે લોકકાર્યો કરવા જણાવ્યું હતું. નવી સ્કીલ સાથે મુશ્કેલીઓનો સામનો કરવા અને તેમાંથી નાગરિકોને ઉગારવા આગવી રીતે કામ કરી દેશ સેવામાં યોગદાન આપવા ઉપર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે લબાસના ડાયરેક્ટરએ સમગ્ર કોર્ષ અંગેની જાણકારી અને તાલીમ દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃતિઓનો વિસ્તૃતમાં ચિતાર રજૂ કર્યો હતો.
મંત્રી અહીં ઉપસ્થિત રહીને પ્રેરણાદાયી માર્ગદર્શન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ૯૮માં ફાઉન્ડેશન કોર્સ દ્વારા કરવામાં આવેલી પ્રવૃત્તિઓનું વિડીયો પ્રેઝન્ટેશન પણ પ્રસ્તુત કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ કાર્યક્રમ બાદ સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચી લેશર એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો. બાદમાં મ્યુઝિયમની મુલાકાત લઇને ધન્યતા અનુભવી હતી અને સરદાર સાહેબે કરેલા કાર્યોની ઝાંખી નિહાળી પ્રભાવિત થયા હતા. બાદમાં નર્મદા મૈયાના ગોરા ઘાટ ખાતે યોજાતી માં નર્મદાની આરતીમાં લબાસનાના અધિકારીશ્રીઓ સાથે સહભાગી થઇને ધન્યતા અનુભવી હતી. ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા મંત્રી ગતરોજ એકતાનગર હેલિપેડ ખાતેથી અમદાવાદ તરફ જવા રવાના થયા હતા. કેન્દ્રીય રાજ્ય મંત્રીની નર્મદા જિલ્લાની આ મુલાકાત દરમિયાન જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ પણ જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ, પત્ની ઔર વોહ ટૂ'માં રવિના ટંડનની એન્ટ્રી
November 22, 2024