Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એલસીબીની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો : આરોપી સચિન દીક્ષિતને લઇ આજે એલસીબીની ટીમ અમદાવાદ પહોંચી

  • October 13, 2021 

પેથાપુરમાંથી બાળક મળી આવ્યાના ચર્ચિત કેસમાં અનેક ચોંકાવનારા વળાંકો બાદ આખરે સમગ્ર કેસ પરથી પડદો ઉંચકાયો છે. જો કે, બાળકની માતાનું મોત થઇ ચુક્યું છે. જ્યારે બાળકના પિતાને રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. ત્યારે આ કેસમાં ગાંધીનગર એલસીબીની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આરોપી સચિન દીક્ષિતને લઇ આજે એલસીબીની ટીમ અમદાવાદ પહોંચી હતી.

 

 

 

 

અમદાવાદના બોપલ ખાતે આરોપી સચિનને લઇ મૃતક મહેંકીના માસાના ઘરે એલસીબીની ટીમ પહોંચી હતી. આરોપી સચિનને સાથે રાખી બોપલના વિશ્વકુંજ 1 ફેલ્ટમાં એલસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ તપાસમાં એલસીબી દ્વારા મૃતક મહેંદીના માસા સહિત આડોશ પાડોશમાં રહેતા લોકોના નિવેદન નોંધવામાં આવશે. જો કે, આ પહેલા આરોપી સચિનને બોપલ ખાતે સંગીતા મેટરનીટી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં બાળકનો જન્મ થયો હતો.

 

 

 

 

ત્યારે સચિન દીક્ષિત કેસ મામલે ડીવાયએસસપી એમ કે રાણાએ જણાવ્યું હતું કે, ગાંધીનગરના પેથાપુરમાંથી બાળક મળી આવ્યાના કેસમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તેમાં પોલીસે એસઆઇટી બનાવી છે. જે જગ્યાએ બાળક મળેલું એ જગ્યાએ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. સચિન દીક્ષિતના ઘરમાં પણ એ લઈ જવામાં આવ્યો હતો. આજે બોપલ વિસ્તારમાં ટીમ સચિનને લઇને ગઈ હતી. અત્યારે અમારી ટીમ મહેંદીના માતા અને માસીની તપાસ કરી રહ્યા છે. તેમના નિવેદન લઇ રહ્યાં છે. સચિન અને યુવતી એટલે કે મહેંદીના મોબાઈલ પણ કબજે કર્યા છે. અહીંની તપાસ પૂરી થાય એટલે વડોદરા લઇ જવામાં આવશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application