ભરૂચના ઉમરાજ ગામના જવાના રોડ ઉપર આવેલ ફાર્મ હાઉસમાંથી જુગાર રમતા ૧૧ જુગારીયાઓને ૨.૩૦ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
ભરૂચના શેરપુરા રોડ ઉપર આવેલા મુઝમિલ પાર્કમાં રહેતો ઇમરાન યુનુસ ખુશાલ પોતાના ઉમરાજ ગામના જવાના રોડ ઉપર આવેલ ફાર્મ હાઉસમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવે છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા. રોકડા ૭૬ હજાર અને નવ મોબાઈલ ફોન તેમજ ચાર વાહનો મળી કુલ ૨.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, પોલીસના દરોડાને પગલે જુગારીયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી.
પોલીસે સ્થળ પરથી રોકડા ૭૬ હજાર અને નવ મોબાઈલ ફોન તેમજ ચાર વાહનો મળી કુલ ૨.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર રમાડતા મુખ્ય સુત્રધાર ઇમરાન યુનુસ ખુશાલ,મહેમુદ મહંમદ પટેલ,આફતાબ અબ્દે રહેમાન મરાઠી,ઇલ્યાસ અહમદ પટેલ,અમીન અબુમહમદ શેખ અને રહીમ સલીમ પઠાણ,યુનુસ અહમદ પટેલ,ઇમ્તિયાઝ દાઉદ પટેલ તેમજ અહમદ અલી પટેલ સહીત ૧૧ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application