રાજ્યમાં LCB ટીમે વધુ એક નશીલી સિરપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. LCB ટીમે મોરબીમાંથી ગુજરાતના ઈતિહાસનો સૌથી મોટો નકલી સિરપનો જથ્થો જપ્ત કર્યો છે.મોરબી જિલ્લાના એક ગોડાઉનમાંથી 400 પેટી નશીલી સિરપનો જથ્થો LCB એ ઝડપી પાડવામાં આવ્યો છે. LCB ટીમે ખાનગી ગોડાઉનમાંથી આશરે 1.5 કરોડનો નશીલી કફ સિરપનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.
તે ઉપરાંત મોરબી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગોડાઉનના સંચાલક મનીષ પટેલની પણ ધરપકડ કરી છે. જોકે તપાસમાં સામે આવ્યું હતું કે, આ નકલી સિરપનો જથ્થો ત્રિપુરાથી આવ્યો હતો. તે ઉપરાંત પોલીસે નકલી સિરપનો જથ્થો મોકલનાર ઈસમ રવી પટેલની ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે મોરબી તાલુકામાં પોલીસે ગુનો નોંધીને આગળ તજવીજ હાથ ધરી છે. જોકે આ સમગ્ર મામલે પોલીસ તપાસને અનુરૂપ ભવિષ્યમાં સત્તાવાર માહિતી જાહેર કરશે. તે ઉપરાંત આ ઘટના અન્ય આરોપીઓના નામ પણ સામે આવ્યા છે. તેમને ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા વહેલી તકે ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application