ઉચ્છલના થુટી ગામમાં ચાલતી દેશીદારૂની ભઠ્ઠી પર જીલ્લા એલસીબીએ દરોડા પાડી દેશીદારૂ બનાવવાનો મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે દેશીદારૂ બનાવવા માટેનું મટેરિયલ આપનાર શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
તાપી એલસીબી પોલીસ સ્ટાફના માણસો ગતરોજ ઉચ્છલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે તાલુકાના થુટી ગામ ગામના નીચલું ફળીયામાં આવેલ એક છાપરામાં દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી પર એલસીએ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન સ્થળ પરથી દેશીદારૂ, ભઠ્ઠીના સાધનો (એલ્યુમિનિયમનો હાંડલો, પીતળની દેગડી) અને ગોળ-મહુડાનું રસાયણ આશરે ૨૨૦ લીટર તેમજ ગરમ વોશ આશરે ૩૦ લીટર જેટલુંના મુદ્દામાલ સાથે રામસિંગભાઈ હોલીયાભાઈ ગામીત (ઉ.વ.૬૦) ને ઝડપી પાડવામાં આવ્યો હતો.
જોકે દેશીદારૂ બનાવવા માટે ગોળ-મહુડા નો જથ્થો પૂરો પાડનાર ધર્મેશભાઈ મેવારામ ગુજ્જર રહે, મીરકોટ ગામ-ઉચ્છલ નાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસકર્મીની ફરિયાદના આધારે બંને આરોપીઓ વિરુધ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500