Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રેસ્ટોરન્ટમાં ચાલતા હુકકાબાર ઉપર LCB એ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું

  • September 25, 2022 

ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ ઉપર શીલ્પી સ્ક્વેર શોપીંગમાં આવેલા સ્મોક ટેલ લોન્ઝ રેસ્ટોરન્ટમાં ચાલતા હુકકાબાર ઉપર LCB એ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. હુક્કામાં ઉપયોગમાં લેવાતી હર્બલની અલગ અલગ 10 ફલેવરના નમુનાઓ લઇ નિકોટીન ટેસ્ટિંગ માટે FSL માં મોકલી આપ્યા છે.



ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચને દહેજ બાયપાસ રોડ ઉપર શીલ્પી સ્કેવેરમાં સ્મોક ટેલ લોન્ઝ  રેસ્ટોરંન્ટમાં હુક્કાબાર ચાલે છે તેવી હકીકત મળી હતી. હુક્કામાં ગેરકાયદેસર રીતે હર્બલ ફલેવરની અંદર નીકોટીન યુક્ત ફલેવર એડ કરી હુક્કાબારનો ધંધો ચાલતો હોવાની માહિતીના આધારે સરપ્રાઇઝ ચેકિંગ હાથ કરાયું હતું. હુક્કો પીવામાં ઉપયોગમાં લેવાતી હર્બલની ટોબેકો ફ્રી અલગ અલગ ફલેવર શંકાસ્પદ જણાઈ હતી.એક હુક્કો તથા અલગ અલગ 10 ફલેવરોના સેમ્પલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી જોગ રજીસ્ટર કરવા આગળની તપાસ એ ડીવીઝનમાં સોપાઈ હતી.



સિગારેટ કરતા હુક્કો 200 ગણો નુકશાનકારક

ડોક્ટરોના મતે સિગારેટ કરતા હુક્કા 200 ગણા વધુ નુકસાનકારક છે. હુક્કાની બનાવટમાં જોખમી કેમિકલ વપરાય છે. જેથી હુક્કા પીનારને કેન્સર જેવી ગંભીર બિમારીનું પણ જોખમ રહે છે. હુકકાબારમાં હર્બલ ફ્લેવરની આડમાં નિકોટીનનો ઉપયોગ કરાતો હોવાનું અવાર નવાર બહાર આવે છે.



હાઇકોર્ટમાંથી હર્બલ હુક્કાની મંજૂરી પણ નિકોટીનનો ઉપયોગને લઇ પોલીસ હરકતમાં


તત્કાલીન વિજય રૂપાણી સરકારે હુક્કાબાર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો હતો. વર્ષ 2016માં વટહૂકમ બહાર પાડી દંડની જોગવાઈ કરાઈ હતી. જેમાં કાયદાનું ઉલ્લંઘન કરનારાને 3 વર્ષની જેલ અને 50 હજારના દંડની જોગવાઇ પણ કરવામાં આવી હતી.COTPA (Cigarettes and Other Tobacco Products Act) 2003માં સુધારો કરીનો આ નવો કાયદો બનાવવામાં આવ્યો હતો. બાદમાં ગુજરાત સરકારે COTPA માં હુક્કાનો સમાવેશ કર્યો. જો કે હુક્કા સંચાલકોએ હાઇકોર્ટમાંથી હર્બલ હુક્કા માટેની મંજૂરી લીધી હતી. પણ હવે હર્બલ હુક્કાના નામે નિકોટીન હુક્કાબારને લઈ પોલીસ હરકતમાં આવી છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application