Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એલસીબીની કાર્યવાહી : તાપી જિલ્લાના આ ગામમાંથી દારૂ ભરેલી 2 સ્કોર્પિયો સાથે 3 જણા ઝડપાયા-જાણો કેટલા રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો

  • July 29, 2021 

જિલ્લા એલસીબી પોલીસે બે સ્કોર્પિયો ગાડીનો ફિલ્મી ઢભે પીછો કરી સ્કોર્પિયોમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂ અને સ્કોર્પિયો મળી કુલ રૂપિયા 11.54 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

 

 

 

 

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે બુધવાર નારોજ ખાનગી વાહનમાં બેસી વ્યારા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં નિકળ્યા હતા તે દરમિયાન હેડકોન્સ્ટેબલ બીપીનભાઈ રમેશભાઈને મળેલ બાતમીના આધારે વ્યારાના કપૂરા ગામની નાની નહેર પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળી બે સ્કોર્પિયો ગાડી આવતા તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. બંને સ્કોર્પિયો ગાડીના ચાલકોએ પોલીસને જોઈ જતા ગાડી પુરપાટ ઝડપે હંકારી લઇ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એલસીબીએ બંને સ્કોર્પિયો ગાડીઓને ફિલ્મી ઢભે પીછો કર્યો હતો અને કપુરા ગામના દેવલપાડા ફળિયા પાસે બંને સ્કોર્પિયો ગાડી સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા જોકે એક આરોપી નાશી છુટ્યો હતો. જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

 

 

 

 

એલસીબીએ તપાસ કરતા સ્કોર્પિયો નંબર જીજે/06/એફસી/1001 અને સ્કોર્પિયો નંબર જીજે/06/ઈડી/7448 બંને ગાડી માંથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાંડની કુલ બાટલીઓ નંગ 1856 જેની કિંમત રૂપિયા 4,50,960/- નો પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો હતો. આ બનાવમાં દારૂનો જથ્થો આપનાર ભાવેશ યાદવ રહે, બ્રીજ પાસે,ઉદવાડા તા.પારડી જિ-વલસાડ નાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

 

 

 

 

એલસીબીએ હેડકોન્સ્ટેબલ ચેતનભાઈ ગજાભાઈની ફરિયાદના આધારે રૂપિયા 4,50,960/- નો ઈંગ્લીશદારૂ, 7 લાખની બે સ્કોર્પીયો ગાડી, આરોપીઓ પાસેથી મળી આવેલ 3,500/-ના 5 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 11,54,190/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

 

પકડાયેલા આરોપીઓ
  1. જયેશભાઈ ઉત્તમભાઈ કોળીપટેલ રહે, સીંગા ફળિયું,સરોધી ગામ તા.પારડી જિ-વલસાડ
  2. મુકેશભાઈ અશોકભાઈ ઢોડીયાપટેલ રહે, સુથારવાડ ફળિયું,રેલ્વે સ્ટેશન-ઉદવાડા,પલસાણા ગામ તા.પારડી જિ-વલસાડ
  3. અમિતભાઈ ઠાકોરભાઈ હળપતિ રહે, આમલી ફળિયું,રેટલાવ ગામ,રેલ્વે સ્ટેશન-ઉદવાડા તા.પારડી જિ-વલસાડ

 

 

 

 

 

વોન્ટેડ આરોપીઓ
  1. અનીલ ઉર્ફે રાવણ નટવરલાલ પટેલ રહે, પલસાણા ગામ, રેલ્વે સ્ટેશન-ઉદવાડા તા.પારડી જિ-વલસાડ
  2. ભાવેશ યાદવ રહે, બ્રીજ પાસે,ઉદવાડા તા.પારડી જિ-વલસાડ

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application