Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

LATEST UPDATE : સોનગઢ નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન ઉપર જીવલેણ હુમલો, બે સામે ગુનો નોંધાયો

  • May 27, 2022 

સોનગઢ નગર પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન ઉપર ગતરાત્રે જીવલેણ હુમલો કર્યો હોવાનો બનાવ આજરોજ સોનગઢ પોલીસ મથકે નોંધાયો છે.જોકે પોલીસે બે જણા સામે ગુનો નોંધી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી છે.


મળતી માહિતી અનુસાર સોનગઢ નગર પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન અમિતભાઈ કૈલાશભાઈ અગ્રવાલનો છોકરો અંશ તથા બીજા છોકરાઓ ગતરોજ રાત્રીના આશરે ૯:૩૦ કલાકના અરસામાં સુરજ કોમ્પલેક્ષ પાસે રોડ ઉપર ક્રિકેટ રમતા હતા તે વખતે ત્યાં નજીકમાં આવેલ પાનની ટપરી પાસે ઉભેલ વિક્કી ગૌસ્વામીને બોલ વાગતા તેણે છોકરાઓને ગાળો આપવાનું શરૂ કર્યું હતું.


જોકે અમિતભાઈએ વિક્કીને કેમ ગાળો આપે છે ?? તેમ કહેતા વિક્કી ગૌસ્વામીએ ગાળા ગાળી કરી અમિતભાઈને માં-બેન પરથી ગાળો આપતા આપતા એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ક્રિકેટ રમવાના સ્ટમ્પનો ફટકા મારતા અમિતભાઈને નાક તથા હાથના ખભાના ભાગે ગંભીર ઈજા પહોચી હતી. તથા વિક્કી ગૌસ્વામીનો મિત્ર રમઝાને પણ અમિતભાઈને ચપ્પુ બતાવી અહીંથી અહીંથી જતા રહો નહીં તો કાપી નાખીશ. તેવી ધમકી અમિતભાઈ તથા વિજય અગ્રવાલને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.


બનાવ અંગેની જાણ અગ્રવાલ સમાજના લોકોને થતા હુમલાખોરો વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે મોડીરાત્રે સુધી સોનગઢ પોલીસ મથકે ઉમટી પાડ્યા હતા,જોકે બાદમાં આજરોજ સોનગઢ પોલીસ દ્વારા અમિતભાઈ અગ્રવાલની ફરિયાદના આધારે વિક્કી ગૌસ્વામી અને રમઝાન નામના શખ્સ વિરુદ્ધ ઈપીકો કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨) તથા જીપી એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


આપને અહી એ પણ જણાવી દઈએ છીએકે, અમિતભાઈ અગ્રવાલ નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન અને અગ્રવાલ સમાજના યુવક મંડળના પ્રમુખની સાથે સાથે આરએસએસ સાથે પણ જોડાયેલા છે. ત્યારે તેઓના ઘરની બહાર જ સામાન્ય બાબતને લઈને તેમના ઉપર જીવલેણ હુમલા કરવામાં આવતા નગરમાં અનેક તર્કવિતર્ક વહેતા થયા છે. જોકે હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application