Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

L&T Finance એ એક વારમાં જ આપ્યું ડિવિડન્ડ

  • April 30, 2024 

L&T ફાઇનાન્સ લિમિટેડ, ભારતમાં અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFCs) માંની એક છે. તેના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2023-24માં વાર્ષિક ધોરણે નફો 43 ટકા વધીને 2320 કરોડ રૂપિયા થયો છે. આ કંપની માટે સર્વકાલીન ઉચ્ચ વાર્ષિક નફો છે. જ્યારે નાણાકીય વર્ષ 2024 ના માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો (PAT) 11 ટકા વધીને રૂ. 554 કરોડ થયો છે. કંપનીની રિટેલ બુક હવે રૂ. 80,037 કરોડ સુધી પહોંચી ગઈ છે, જે 31 માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે રિટેલ બુક કરતાં 31 ટકા વધુ છે.


નાણાકીય વર્ષ 2024માં કંપનીનું રિટેલ ડિસ્બર્સમેન્ટ વાર્ષિક ધોરણે 29 ટકા વધીને રૂ. 54,267 કરોડ થયું છે. જ્યારે નાણાકીય વર્ષ 2024 ના માર્ચ ક્વાર્ટરમાં, છૂટક વિતરણ વાર્ષિક ધોરણે 33 ટકા અને ત્રિમાસિક ધોરણે 4 ટકા વધીને રૂ. 15044 કરોડ થયું છે, જે અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે. પરિણામોની સાથે, L&T ફાઇનાન્સે શેર દીઠ ₹10ના ફેસ વેલ્યુ પર શેર દીઠ ₹2.5નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ કંપની દ્વારા અત્યાર સુધીનું સૌથી વધુ ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું છે.


કંપનીએ કહ્યું કે જો આગામી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં સભ્યો દ્વારા મંજૂર કરવામાં આવશે, તો એજીએમની તારીખથી 30 દિવસની અંદર ડિવિડન્ડ ચૂકવવામાં આવશે. કંપનીના શેર હોલ્ડરોની વાત કરીએ તો ડેસેમ્બર 2023 માં 6,87,721 હતા જે વધીને માર્ચ 2024 સુધીમાં 7,11,555 થયા છે, મહત્વનું છે કે આટલા લોકોને આ ડિવીડન્ડનો લાભ મળશે. કંપનીની માર્કેટ કેપની વાત કરીએ તો તે Rs 41,130 કરોડ છે. આ લખાઇ રહ્યું છે ત્યારે શેર પ્રાઇઝ રૂ 165 છે, શેર ઓલ ટાઇમ હાઇ રૂ 179 છે અને ઓલ ટાઇમ લો 90.5 છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application