Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમદાવાદમાં બપોરે કાળઝાળ ગરમીનો અહેસાસ થશે

  • March 29, 2024 

ગુજરાતમાં સીઝનમાં પહેલીવાર માર્ચ મહિનામાં ગરમી 40 ડિગ્રીને પાર થઈ છે. આગાહી મુજબ, આગામી દિવસોમાં ગરમીમાં કોઈ રાહત નથી. ઊલટાનું પારો ઓર વધશે. આગામી બે દિવસમાં ગરમીનો પારો 41 ડિગ્રી પર પહોંચી શકે છે. સવારથી શરૂ થયેલા ગરમ પવનો દિવસભર સુધી ફૂંકાઈ રહ્યાં છે. જોકે, આગામી બે દિવસ બાદ ગરમીમાં થોડી રાહત મળવાના અણસાર છે. કારણ કે, શુક્રવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગરમીના પારામાં 2 ડિગ્રીનો ઘટાડો આવી શકે છે.


હોળિકા દહન બાદ આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. હોળિકાની જ્વાળાઓની દિશાને જોઈ તેમણે અનુમાન કર્યું કે,  સૂર્યાસ્ત પછી પવન પશ્ચિમનો રહ્યો હતો અને ઘુમાવ નૈઋત્યનો રહ્યો હોવાથી ખેડૂતો માટે વર્ષ સારું રહેશે. જોકે, આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે જે એપ્રિલથી લઇ જૂન સુધી જોવા મળશે. ધૂળ વંટોળના કારણે બાગાયતી પાક પર તેની અસર થતી હોય છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં ગરમીની સાનુકૂળતાના કારણે ચક્રવાત સર્જાતા રહેશે.


ઓગસ્ટ થી લઇ ઓક્ટોબર સુધી વરસાદ રહેશે, વાયુનો પ્રકોપ વધુ રહેશે. ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી જતા વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અને બફારો જોવા મળ્યો છે. હજી આગામી 48 કલાક સુધી ગુજરાતમાં ગરમીનો માર સહન કરવો પડશે. નવી આગાહી મુજબ, આગામી 48 કલાક બાદ ગરમીનો પારો ઘટશે. ગરમીમાં ઘટાડો થવાની શક્યતા છે. ગુજરાત તરફ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેને કારણે ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. આ સાથે જ ગરમીમાં થોડી રાહત થવાના અણસાર છે.  મંગળવારે ગરમીના પારાની વાત કરીએ તો દિવસભર ગરમ પવનો ફૂંકાયા હતા. જેની અસરથી અમદાવાદનું મહત્તમ તાપમાન એક જ દિવસમાં વધીને 39.9 ડિગ્રી પર પહોંચી ગયુ હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application