Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કૂષિ કાયદો પાછો ખેંચાયો : ખેડુત સમાજ ગુજરાતના આગેવાનો દ્વારા ફટાકડા ફોડી- મીઠાઈખવડાવી ઉજવણી કરાઈ

  • November 20, 2021 

કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા એક વર્ષથી ખેડુતોના આંદોલનના કારણ બનેલા ત્રણેય કૂષિ કાયદાઓને પરત ખેંચી લેવાની જાહેરાત કરતા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. ખેડુત સમન્વય સમિતિ અને ખેડુત સમાજ ગુજરાતના આગેવાનો જહાંગીરપુરા ખાતે એકત્રિત થઈ ફટાકડા ફોડી તેમજ મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી પોતાના સંઘર્ષ અને આંદોલનના જીતની ખુશી વ્યક્ત કરી હતી. તેમજ આંદોલનમાં શહીદ થયેલા ૭૦૦ જેટલા ખેડુતોને શ્રધ્ધાંજલી આપી હતી.


કેન્દ્ર સરકાર દ્વારા ગત ૧૭મી સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ લોકસભામાં ત્રણ નવા કૃષિ કાયદાઓને મંજુરી આપવામાં આવી હતી. આ મંજુરીની સાથે જ દેશભરના ખેડૂતોમાં ભારોભાર આક્રોશ જોવા મળ્યો હતો. ખેડૂત ઉત્પાદન વેપાર અને વાણિજ્ય, ખેડૂતોને કિંમતની ખાતરી અને કૃષિ સેવાઓ પર કરાર અને આવશ્યક ચીજ વસ્તુઓ માંથી કેટલીક ખેત પેદાશોને હટાવવા સંદર્ભેના આ કાયદાને કાળા અને ખેડૂતોને પાયમાલ કરનાર હોવાના વિરોધ સાથે જ છેલ્લા ૧૪ મહિનાથી ખેડૂતો દ્વારા અહિંસક આંદોલન કરવામાં આવી રહ્યું હતું. અત્યાર સુધી આ આંદોલન દરમ્યાન ૭૦૦થી વધુ ખેડૂતોના મોત નિપજ્યાં હતા અને ખેડૂતો પણ જ્યાં સુધી આ કાયદાઓ રદ્દ ન કરવામાં આવે ત્યાં સુધી આંદોલન યથાવત્ રાખવાના મુડમાં નજરે પડી રહ્યા હતા. ત્યારે શુક્રવારે ગુરૂનાનક જયંતિના અવસરે સવારે ૯ કલાકે ખુદ વડા­ધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોને સંબોધન કરતાં આ ત્રણેય વિવાદાસ્પદ કાયદાઓ પરત લેવાની જાહેરાત કરવામાં આવી હતી.


ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત તથા ખેડૂત સમન્વય સમિતિ અને ખેડૂત સમાજ ગુજરાતના આગેવાનો દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઇ ખવડાવી ઉજવણી કરવામાં આવી. ખેડૂત સમન્વય સમિતિ અને ખેડૂત સમાજ ગુજરાત આગેવાનોએ અને મૂડીવાદીઓ ઉપર ખેડૂતોની જીત બતાવી હતી અને સંયુકત કિસાન મોર્ચા દ્વારા ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ છેલ્લા એક વર્ષ કરતા પણ વધુ સમયથી ચાલતા આંદોલમાં શહીદ થયેલ ૭૦૦ કરતા પણ વધારે ખેડૂતોને શ્રધ્ધાંજલી આપી યાદ કર્યા હતા. ખેડૂત આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યાં સુધી સરકાર દ્વારા લોકસભામાં ત્રણે કૃષિ કાયદાઓ પાછા ખેંચવામાં આવે નહીં ત્યાં સુધી ભારતીય કિસાન યુનિયન દ્વારા જે કોઇ કાર્યક્રમો જાહેર કરવામાં આવશે તે કાર્યક્રમો ગુજરાતમાં પણ ગુજરાતની કિસાન સમન્વય સમિતિ તથા ખેડૂત સમાજ ગુજરાત દ્વારા કરવામાં આવશે તથા એમ.એસ.પી.ની ગેરંટી ની માટેની માંગ ભારતીય કિસાન યુનિયન દ્વારા કરવામાં આવી છે તેની ઉપર કાયમ છીએ.આ ­સંગે ખેડૂત સમાજ ગુજરાતના ­મુખ જયેશભાઇ પટેલ,સહકારી અને આગેવાન દર્શનભાઇ નાયક,દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના ­મુખ રમેશભાઇ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજના ­મુખ પરિમલભાઇ પટેલ, ધર્મેશભાઇ પટેલ સહિતના ખેડૂત આગેવાનો હાજર રહ્ના હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application