Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કુકરમુંડા : ખેતર માંથી ટ્રેકટરની ટ્રોલી ચોરાઈ

  • May 04, 2022 

કુકરમુંડા વિસ્તારમાં આવેલ ખેતરમાંથી ટ્રેક્ટરની ટ્રોલી ચોરાઈ હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે. કુકરમુંડા ખાતે શ્રીરામ ચોકમાં રહેતા ભરતભાઈ ડાહ્યાભાઈ ડઢાણીયાએ ગામની સીમમાં આવેલ સુનિલભાઈ દૌલતભાઈ ચૌધરીની ખેતર ભાડે રાખી ખેતી કરે છે.


તા.૩૦મી એપ્રિલના રોજ તેઓ પોતાનું ટ્રેકટર નંબર જીજે/૨૬/એ/૪૪૨૮ની સાથે માલ સામાન ભરવાની ટ્રોલી નંબર/જીઆરપી/૭૧૩૪ની લઈ ખેતર ગયા હતા. રાત્રીના આશરે નવ કલાકના અરસામાં ખેતરેથી ફરતી વેળા ટ્રોલીના ટાયરમાં પંચર પડતા, ટ્રોલીને ખુલ્લા ખેતરમાં મુકી ટ્રેકટર લઈ ઘરે પરત થયા હતા. દરમિયાન બે દિવસ બાદ સોમવારે બપોરે ખેતરમાં જતા, તેઓના ટ્રેકટરની ટ્રોલી દેખાયેલી નહી તેમજ આસપાસના વિસ્તારમાં તપાસ કરતા પણ ટ્રોલી ન મળતા, ભરતભાઈ ડઢાણીયાએ નિઝર પોલીસ મથકે ટ્રેક્ટરની ટ્રોલી ચોરાઈ ગઈ હોવાની ફરિયાદ આપી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application