કુકરમુંડા તાલુકાની હદને અડીને આવેલ મહારાષ્ટ્રના નંદુરબાર જીલ્લામાં અક્કલકુવાના મોલગી ગામ પોસ્ટ ઓફીસ પાસે રહેતા આકાશભાઈ ચંદ્રસિંગ જંગલ્યાભાઈ વળવી અને તુષારભાઈ કાલુસિંગ પરમાર બંને જણા મંગળવારે રાત્રે હોન્ડા સાઈન બાઈક નંબર જીજે/૧૯/એબી/૧૦૧૫ ની લઈને કુકરમુંડાના ફૂલવાડી-ઈંટવાઈ માર્ગ પર આવેલ પાણીબાર ગામની સીમમા માંથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન રસ્તા ઉપર વળાંકમાં કાબુ ન રહેતા બાઈક રોડની નીચે ઉતરી ગઈ હતી જેના કારણે આકાશભાઈને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. જયારે તુષારભાઈ પરમારને શરીરે ઈજાઓ પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
બનાવ અંગે તુષારભાઈ કાલુસિંગ પરમારની ફરિયાદના આધારે નિઝર પોલીસે બનાવ દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application