કુકરમુંડા તાલુકાના ફૂલવાડી ગામના ત્રણ રસ્તા પાસેથી એક ટેમ્પા માંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જોકે અંધારાનો લાભ ઉઠાવી ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફના માણસોને સોમવારની વહેલી સવારે મળેલ બાતમીના આધારે ફૂલવાડી ગામના ત્રણ રસ્તા પાસે વાહન ચેકીંગ હાથ ધર્યું હતું તે દરમિયાન એક ટાટા કંપનીનો સુપર એસ ટેમ્પો નંબર જીજે/01/ડીયુ/7932ને અટકાવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ટેમ્પો ચાલાક પોતાના કબ્જાનો ટેમ્પો સ્થળ પર મૂકી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો.
પોલીસે ટેમ્પોમાં તપાસ કરતા સ્વસ્તિક કંપનીના મમરાના પ્લાસ્ટીકના કોથળાની આડમાં લઈ જવાતો ઈંગ્લીસ દારૂ વ્હિસ્કીની અલગ-અલગ બ્રાન્ડની કુલ બાટલીઓ/ટીન નંગ 1814 જેની કીંમત રૂપિયા 1,97,600/-નો પ્રોહી. મુદ્દામાલ મળી આવ્યો હતો.
પોલીસે આ મામલે ટેમ્પો માંથી સ્વસ્તિક કંપનીના મળી મમરાના કુલ થેલા નંગ 32 જેની કીંમત રૂપિયા 32 હજાર તથા 1,97,600/-નો દારૂ તેમજ આશરે 3 લાખની કિંમતનો ટેમ્પો મળી કુલ રૂપિયા 5,29,600/- પુરાનો મુદ્દામાલ કબ્જે કરી નિઝર પોલીસ મથકે ભાગી છુટેલો ટેમ્પો ચાલક અને દારૂનો મુદ્દામાલ પૂરો પાડનાર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500