કુકરમુંડા ગામના જાગૃત નાગરિકો દ્વારા આશરે છેલ્લા ચારેક વર્ષથી કુકરમુંડા ગામની જમીનને નવી શરતમાંથી જૂની શરતમા તબદિલ કરવાની માંગ સાથે લેખિત અને મૌખિક રજૂઆત મામલતદારથી લઈને સી.એમ. સુધી કરવામાં આવી છે તેમ છતાં પણ આજ દિન સુધી નિરાકરણ નહી આવતા,ગત શનિવારના રોજ કુકરમુંડાના જાગૃત નાગરિકો, રાજકીય આગેવાનો,મતદારો ગામજનો સહીત મોટી સંખ્યામા લોકો ઉપસ્થિત રહીને કુકરમુંડા ગામ સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યું હતું.
આવનાર દિવસોમાં આ બાબતે વહીવટી તંત્રને લેખિત રજૂઆત કરી કુકરમુંડા ખાતે આવેલા બસ સ્ટેશન પાસે ત્રણ રસ્તા ઉપર રસ્તા રોકો આંદોલન કરવા અંગે જણાવ્યું હતું. નિયમ મુજબ સદર કાયદાને રદ કરી નવી શરતની જમીન જૂની શરતમા તબદિલ કરવા અંગે આશરે છેલ્લા ચારેક વર્ષથી તલાટીક્રમ મંત્રી,મામલતદાર, ટીડીઓ,પ્રાંત કલેક્ટર, સાસંદ, સ્થાનિકો રાજકીય પાર્ટી પક્ષના આગેવાનો, હોદેદારોથી લઈને ગુજરાત રાજયના મુખ્યમંત્રી,મહેસૂલ મંત્રી સુધી રજૂઆત કરવામાં આવેલ હોવા છતાં પણ આજ દિન સુધી નિરાકરણ આવ્યું નથી, જેથી કુકરમુંડાના જાગૃત નાગરિકો, આગેવાનો તેમજ ગામજનો દ્વારા કુકરમુંડા ગામને એક દિવસ માટે સંપૂર્ણ રીતે બંધ રાખી સરકારનો વિરોધ કરવામા આવ્યો હતો.
તેમજ તારીખ 10/10/2022 સોમવારના રોજ કુકરમુંડા મામલતદાર જાગૃત નાગરિકો,ગામજનો સહીતના લોકો લેખિતમા રજુઆત કરીને તારીખ 13/10/2022 ગુરુવારના રોજ કુકરમુંડા ખાતે આવેલ બસ સ્ટેશન પાસે ત્રણ રસ્તા પર રસ્તો રોકો આંદોલન કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. નવી શરતની જમીન જૂની શરતમાં તબદીલ નહી કરવામાં આવે તો કુકરમુંડાના લોકોઓ દ્વારા આવનાર વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનું પણ નક્કી કર્યું છે.તેમજ કુકરમુંડા ગામની હદમાં કોઈપણ રાજનૈતિક પક્ષનાં આગેવાનો,નેતાઓ કે કાર્યકર્તાઓ ચૂંટણીલક્ષી પ્રચાર-પ્રસાર જાહેરસભા,સરઘસ બેનર,પ્રોસ્પેક્ટ,લિફલેફ્ટ બોર્ડ અથવા પ્રચાર વાહનોને આવા દેવામાં આવશે નહી તેવું પણ જાણવા મળ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500