કુકરમુંડાના રાજપુર ગામે રસ્તા ઉપર શેરડી ભરી ઉભેલા ટ્રેક્ટરની ટ્રોલી પાછળ અથડાતા બાઈક ચાલકનું ઘટના સ્થળ પરજ મોત નિપજ્યું હતું, જયારે બાઈક પાછળ બેસેલ શખ્સને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર કુકરમુંડા તાલુકાના રાજપુર ગામની સીમમાંથી પસાર થતો રસ્તા પર તા.૨૪મી એપ્રિલ નારોજ રાત્રીના સમયે એક ટ્રેક્ટર નંબર જીજે/૦૩/એચઆર/૯૫૪૭ ની ટ્રોલી નંબર જીજે/૧૧/ટીટી/૪૨૪૬માં શેરડી ભરી રસ્તા પર ઉભું હતું, રાત્રીના સમયે ટ્રેક્ટરના સાઈડ લાઈટ કે પછી ઈન્ડીકેટર ચાલુ ન હતું, ટ્રોલીના પાછળના ભાગે પણ રીફ્લેકટર લગાડવામાં આવ્યા ન હતા. રસ્તા પર ઉભેલ ટ્રોલી પાછળ બાઈક નંબર જીજે/૨૬/ડી/૧૩૦૭ની અથડાતા બાઈક પર સવાર પ્રવીણભાઈ આત્મારામભાઈ ભોઈ રહે, કુકરમુંડા અને દિલીપભાઈ જંગલિયભાઈ વળવી રસ્તા પર પટકાયા હતા, આ અકસ્માતમાં પ્રવીણભાઈ ભોઈનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું, જયારે દિલીપભાઈ વળવી ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ૧૦૮ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પુરસોત્તમભાઈ આત્મારામભાઈ ભોઈની ફરિયાદના આધારે ટ્રેક્ટરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500