મિશન લાઇફ-૨૦૨૩ અંતર્ગત રાજ્યમા તારીખ પ મે ૨૦૨૩થી ૫ જુન ૨૦૨૩ સુધી વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામા આવી રહ્યા છે. જે અંતર્ગત ડાંગ જિલ્લાના વઘઇ ખાતે વન વિભાગ દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે સાયકલ રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ. નાયબ વન સંરક્ષક રવિપ્રસાદે જણાવ્યુ હતુ કે, મિશન લાઇફ પ્રોજેક્ટનો ઉદ્દેશ લોકોમા પર્યાવરણ અંગે જાગૃતિ આવે અને લોકો પ્રકૃતિનુ મહત્વ સમજે તે અંગેનો છે.
આ રેલીમા, વન વિભાગના અધિકારીઓ, વનકર્મીઓ તેમજ વઘઈ વન સહભાગી મંડળીના સભ્યો જોડાયા હતા. મિશન લાઈફ રેલીમા પર્યાવરણની રક્ષા માટે પોતાના જીવનમા, પર્યાવરણને નુકસાનકારક વસ્તુઓનો ઓછો ઉપયોગ કરે તે માટેનો સંકલ્પ લેવામા આવ્યો હતો. મિશન લાઇફ પ્રોજેક્ટ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામા આવેલ છે. જેનો મુખ્ય હેતુ "(Lifestyle for Environment) LiFE એટલે એવી જીવન શૈલી જીવવાની પ્રરેણા આપે છે, જે આપણી પૃથ્વીને સુસંગત હોય અને પૃથ્વી- પર્યાવરણને નુકશાન ન પહોંચાડે."
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500