Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં ડો.બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ‘સંસ્કાર ભારતી’ દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ

  • September 19, 2023 

વ્યારાનાં ડો.બાબાસાહેબ આંબેડકર ભવનમાં તારીખ 16/09/2023નાં રોજ રંગમચ, લલિતકલા, અને સાહિત્યને સમર્પિત અખિલ ભારતીય સંસ્થા ‘સંસ્કાર ભારતી’ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ થકી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ આ કલાના માધ્યમથી સંસ્કારી સમાજ રચનાનો સંકલ્પ લઈને અખિલ ભારતીય સ્તરે સ્થપાયેલી સંસ્થા સંસ્કાર ભારતીના ગુજરાત પ્રાંત સાથે જોડાયેલી તાપી જિલ્લા સમિતિ કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ‘શ્રી કૃષ્ણના જીવન આધારિત કૃતિઓ તાપીના જ કલા સાધકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. કૃતિઓમાં ‘જયદેવ રચિત અષ્ટપદી’ ભરતનાટ્યમ નૃત્યાંગના(નેશનલ આર્ટીસ) અવની પગાર સાથે વિદેશથી આવેલ વિશેષ મહેમાન ક્રિષ્ના પટેલ દ્વારા ‘કૃષ્ણ-રાધા’નાં જીવનને વર્ણવવામાં આવ્યા હતા.



તેમજ શિવાની શાહના વિદ્યાર્થી દ્વારા અધરમ-મધુરમની પ્રસ્તુતિ કરાઈ હતી તથા કિન્નરી પટેલના વિદ્યાર્થીઓએ બાળ-ગોપાલ પર નૃત્યની કૃતિ રજૂ કરી હતી. બીજા ભુઅલંકારણ કલા વિદ્યામાંથી નિષધભાઈ પંચોલીએ બાળ-કૃષ્ણની પ્રતિમાને સાદર કરી હતી. વધુમાં મહામંત્રી અવની પ્રવીણભાઈ પગારનું કહેવું છે કે, આપણી સંસ્કૃતિના વારસાને જીવંત રાખવા માટે અવનવા પ્રયત્નો કરવા જોઈએ જેથી લોકોમાં સંગીત, નૃત્ય તેમજ નવી કલાનું સર્જન થતું રહે. સંગીતના જાણકાર એવા છાયાબેન દ્વારા રાગની માહિતી અને સંગીત સાદર કરાયું હતું તથા પૂજા શાર્દુલ દ્વારા કથક નૃત્ય રજૂ કરાયું હતું. આ કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે સાહિત્યકાર ડો.સુ.શ્રી.દક્ષાબેન વ્યાસ, વ્યારા નગરપાલિકાના પ્રમુખશ્રી રિતેશભાઈ ઉપાધ્યાય અને કારોબારી અધ્યક્ષશ્રી દિલીપભાઈ એ. જાદવ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application