ડાંગ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઊભા કરાયેલા પ્રાકૃતિક કૃષિ મોડેલ, મૂલ્યવર્ધિત વસ્તુઓની બનાવટોનું ડેમો, યુનિવર્સિટીની તકનીકોનું ડેમો, અને હાલમાં ચાલી રહેલ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અંતર્ગત મિલેટમાંથી બનતી વિવિધ બનાવટો તેમજ હલકા ધાન્ય પાકોનો ડેમો વગેરે ડેમો યુનિટ, ડાંગ તથા ડાંગ બહારના ખેડૂતો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અલગ અલગ જિલ્લાઓ જેવા કે સુરત, વલસાડ, નવસારી, ભરૂચ, ડાંગ તથા ગુજરાત અને મધ્યપ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાંથી પણ ખેડૂતો અહીં આવી મુલાકાત લઇ રહ્યા છે. આમ તો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વર્ષભર ખેડૂતલક્ષી ઘણી બધી એક્ટિવિટી કરવામાં આવે છે, અને ખેતીને લગતું માર્ગદર્શન ખેડૂતો સમક્ષ હાજર રહી આપવામાં આવે છે.
જેમાં તાલીમ, વિઝીટ વગેરે સામેલ છે. જે ખેડૂત વર્ગમાં ખૂબ પ્રચલિત થયા છે. આ વર્ષે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., વઘઇ (ડાંગ)ના આંગણે વિવિધ લાઇવ કૃષિ અને વેલ્યૂ એડિશનને લગતા નવા નવા નિદર્શન યુનિટ ઊભા કરવામાં આવ્યા છે. આ નિદર્શન યુનિટની મુલાકાત દ્વારા લાખો ખેડૂતોને તેમાથી પ્રેરણા મળી રહી છે, અને તેઓ આ કૃષિની નવીન તાંત્રિકતાનો પોતાના ખેતરમાં ઉપયોગ કરે છે, અને બીજાને પણ તેની પ્રેરણા આપી રહ્યા છે. જિલ્લા બહારથી આવતા અધિકારી વર્ગ પણ આ ડેમો યુનિટ નિહાળીને સારો એવો પ્રતિભાવ વ્યક્ત કરી રહ્યા છે. તેમ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કે.વિ.કે. ન.કૃ.યુ, વઘઇની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500