Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોતરવાડા મારું સાસરિયું,મારો વારસાઈ હક છે, મને તમારે વારસાઈમાં મત આપવા પડશે : ગેનીબેન ઠાકોર

  • March 18, 2024 

લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ તમામ રાજ્કીય પક્ષો દ્વારા પ્રચારમાં પણ જોર લગવવામાં આવી રહ્યું છે. તમામ પાર્ટીના ઉમેદવારોએ પોત-પોતાના લોકસભા મત વિસ્તારમાં પ્રચાર શરૂ કરી દીધો છે.ત્યારે બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જેમને ગાંધીનગર સહિત દરેક જગ્યાએ તમે માથે ઘુમટો રાખ્યા વગર અનેકવાર જોયા હશે પણ તાજેતરમાં ગેનીબેન અલગ અંદાજમાં જોવા મળ્યા છે. પરંતુ આજે તેઓ ઘુમટો ઓઢીને જોવા મળ્યા હતા.


બનાસકાંઠા કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પીળી સાડી પહેરી માથે ઘુમટો તાણી બોલતાં જોવા મળ્યાહતા. લોકસભાની ચૂંટણીના અનુસંધાને યોજાયેલા કાર્યક્રમમાં ગેનીબેનનો આ અંદાજ જોવા મળ્યો હતો. પક્ષના નેતાઓ સહિત સમાજના આગેવાનો સામે મર્યાદા જાળવતા ગેનીબેન ઠાકોર માથે ઘુમટો ઓઢી સંબોધન કરતા જોવા મળ્યા.


ગેનીબેન ઠાકોરએ પોતાના સાસરિયામાં કહ્યું કે, કોતરવાડા ગામ એ મારું સાસરિયું છે એટલે મારો વારસાઈ હક છે. દિયોદર તાલુકાને જેટલું આપવું હોય એટલું આપે અને મામેરા રૂપે કાયદેસર રીતે હક્ક માગુ છું. મને તમારે વારસાઈમાં મત આપવા પડશે. નામ લીધા વગર શાસક પક્ષ પર નિશાન સાધતા ગેનીબેને કહ્યુ કે, પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. પોલીસ સ્ટેશનમાં બોલાવી ધમકાવવાનું નથી. પોલીસને ટકોર સાથે ચેતવણી આપતા ગેનીબેને કહ્યું કે, પોલીસ કાયદામાં રહી વ્યવસ્થા જાળવવાનું કામ કરે, કોઈ સરકાર કાયમી રહેવાની નથી.



આ સાથે ગેનીબેન ઠાકોરે દિયોદર તાલુકા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ભાઈઓને કહ્યું કે, ભાઈઓ અધુરું મામેરુ પૂરુ કરો. તમારી બહેનને આ ચૂંટણીમાં જીતાડી મામેરુ પૂરુ કરો અને બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યુ. ગેનીબેને મવડી મંડળ અને સમગ્ર સમાજને બહેનો-દીકરીઓની સુરક્ષા અને જિલ્લાની જનતા માટે બધુ કરીશ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application