કોસંબા નજીક ધામરોડ ગામની હદમાંથી રેન્જ ઓપરેશન ગ્રુપે નેશનલ હાઈવે નં.૪૮ ઉપરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો આઈસર ટેમ્પો પસાર થનાર હોવાની બાતમી મળી હતી તેથી રેન્જ આઈજી તથા તેમની ટીમે હાઈવે પર વોચ ગોઠવી હતી.
તે દરમિયાન ધામરોડ ગામની હદમાંથી બનાસ હોટલ સામેથી હાઈવે ઉપરથી પસાર થઈ રહેલો આઈસર ટેમ્પો નં.એમપી/13/જી/એ/3375 અંકલેશ્વર તરફથી કામરેજ તરફ જઈ રહ્યો હતો. તે સમયે પોલીસે ટેમ્પોને અટકાવી તપાસ કરી હતી ત્યારે ટેમ્પો ચાલક મુકેશ વરદિચંદ જયસ્વાલ(રહે.ઈન્દોર, એમપી)ની પૂછપરછ કરતા ટેમ્પોમાં પાસ પરમીટ વિના વિદેશી દારૂના ૨૫૫ બોક્સ મળી આવ્યા હતા જેમાં નાની-મોટી ૯૮૬૪ બોટલે મળી આવી હતી જેની કીંમત ૧૨.૫૬ લાખ હતી. ઝડપાયેલા ટેમ્પો ચાલકે પોલીસ સમક્ષ માલનો જથ્થો ઓમપ્રકાશ નામની વ્યક્તિએ ટેમ્પોમાં ભરી આપ્યો હતો. પોલીસે વિદેશી દારૂનો જથ્થો મળી વાહન સાથે કુલ ૨૨.૫૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી માલ મોકલનાર ઓમપ્રકાશને વોન્ડેટ જાહેર કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application