સુરત મહાનગરપાલિકાનાં કતારગામ ઝોન વિસ્તારમાં પાણીની લાઈનની કામગીરી બે દિવસ ચાલવાની હોવાથી આવતીકાલ બુધવાર અને ગુરુવારે કોસાડના અનેક વિસ્તારમાં પાણી પુરવઠો ખોટકાશે. આ દિવસ દરમિયાન જે વિસ્તારમાં પાણી પુરવઠાનો વિક્ષેપ પડશે તે વિસ્તારના લોકોને કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરવા તથા જરૂરિયાત પૂરતા પાણીનો સંગ્રહ કરવા માટે પાલિકા તંત્રએ અપીલ કરી છે. સુરત શહેરના બાદ નવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા માટે ની કામગીરી હાથ ધરવામાં આવી છે.
કતારગામ ઝોનમાં સમાવિષ્ટ નવા વિસ્તારમાં પાણી પુરવઠાની સુવિધા માટે હાઇડ્રોલિક વિભાગ કામગીરી કરી રહ્યો છે. કતારગામ ઝોન ના નવા વિસ્તારમાં પાણી પુરવઠો આપવા માટેની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના પગલે તારીખ 8 અને 9 ફેબ્રુઆરીનાં રોજ કોસાડ વિસ્તારમાં કોસાડ જળ વિતરણ મથકથી ESR K-1, K-2 ભરવા માટેની 600 મી.મી. વ્યાસની રાઈઝીંગ લાઈન પર વાલ્વ મુકવાની કામગીરી કરવામાં આવશે.
ઉપરાંત કોસાડ જળ વિતરણ મથક ખાતેની 500 મી.મી. વ્યાસની બાયપાસ લાઈન પર લીકેજ રીપેરીંગની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. જોકે તારીખ 8 ફેબ્રુઆરીનાં રોજ 24×7 યોજના હેઠળની ટાંકીઓ જેવી કે ESR K-1, K-2, K-3 નેટવર્ક હેઠળ આવતા અમરોલી સાયણ મેઈન રોડની આસપાસનો વિસ્તાર, સૃષ્ટિ સોસાયટી વિ-1, 2 અને 3ની આસપાસની સોસાયટી વિસ્તારમાં પાણી પુરવઠો અવરોધાશે.
આ ઉપરાંત કોસાડ ગામતળ તથા આસપાસનો વિસ્તાર તથા કોસાડ રજવાડી પ્લોટની આસ-પાસનો વિસ્તાર જેવા કે, જુનો કોસાડ રોડ, નવો કોસાડ રોડ, ક્રોસ રોડ, સત્તાધાર ચોકડીનો વિસ્તાર તેમજ કોસાડનો તમામ ટી.પી. વિગેરે વિસ્તારમાં 8 અને 9 ફેબ્રુઆરીના રોજ પાણી પુરવઠો મળશે નહીં અથવા ઓછા દબાણથી મળશે. તારીખ 10મી ફેબ્રુઆરીથી સમગ્ર વિસ્તારમાં પાણી પુરવઠો રાબેતા મુજબ આપવામાં આવશે. બે દિવસ જે વિસ્તારમાં પાણી પુરવઠો અવરોધશે તે વિસ્તારના લોકોને પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરવા માટે પાલિકા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500