Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં આવતાં 3 દિવસ અમુક સ્થળોએ મેઘગર્જનાં અને વીજળીનાં કડાકા સાથે હળવી વર્ષા થવાની આગાહી

  • November 13, 2022 

મુંબઇ સહિત મહારાષ્ટ્રનાં હવામાનમાં અચાનક ફેરફાર થઇ રહ્યા છે. મુંબઇમાં છેલ્લા થોડા દિવસથી બપોરે ગરમીનો અનુભવ થાય છે. હાલ નવેમ્બર મહિનો હોવા છતાં મુંબઇમાં ઠંડકનો ગમતીલો માહોલ નથી સર્જાયો અને સાથોસાથ મુંબઇગરાં તેમના શ્વાસમાં પ્રદૂષિત હવા લઇ રહ્યાં છે. બીજીબાજુ હવામાન ખાતાએ આવતા 3 દિવસ (13, 14, 15 નવેમ્બર) દરમિયાન કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રનાં અમુક સ્થળોએ મેઘગર્જના અને વીજળીનાં કડાકા સાથે હળવી વર્ષા થવાની આગાહી કરી છે.

હવામાન ખાતાનાં મુંબઇ કેન્દ્રનાં ડાયરેક્ટર પાસેથી મળતી માહિતી મુજબ, હાલ બંગાળનાં ઉપસાગરનાં નૈઋત્ય હિસ્સામાં અને તેની નજીકનાં હિસ્સામાં હવાના હળવા દબાણની અસર છે સાથોસાથ વાતાવરણનાં ઉપરનાં હિસ્સામાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે. આ બંને કુદરતી પરિબળોની વ્યાપક અસરથી મહારાષ્ટ્રમાં ભેજનો ભરપૂર જથ્થો ઠલવાઇ રહ્યો છે. પરિણામે આવતા ત્રણ દિવસ દરમિયાન મહારાષ્ટ્રનાં કોંકણનાં રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લામાં અને મધ્ય મહારાષ્ટ્રનાં કોલ્હાપુર તથા સાતારા જિલ્લામાં મેઘગર્જના અને વીજળીનાં કડાકા સાથે હળવી વર્ષા થાય તેવી શક્યતા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application