પશ્ચિમ બંગાળનાં કોલકાતાની આર.જી. કર મેડિકલ કોલેજમાં મહિલા ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ કરાયા બાદ હત્યાના વિરોધમાં દેશભરમાં રોષ ભભુક્યો છે. વિવિધ રાજ્યોમાં ડોક્ટરો અને મેડિકલ કર્મચારીઓ ઘણા દિવસથી આંદોલન સાથે ભારે દેખાવો કરી રહ્યા છે, ત્યારે હવે સુપ્રીમ કોર્ટે આ કેસ સાંભળવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડ, ન્યાયાધીશ જે.પી.પારદીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની બેંચ મંગળવારે 20મી ઓગસ્ટે આ કેસની સુનાવણી કરશે. આમ તો મંગળવારે સુનાવણી થનારા કેસોની યાદીમાં આ કેસ 66માં નંબરે છે.
જોકે આ કેસનો પ્રથમ પ્રાથમિકતા આપી પહેલા સુનાવણી કરાશે. નવમી ઓગસ્ટે મહિલા ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યાની ભયાનક અને શરમજનક ઘટના બની હતી. ત્યારબાદ આ મામલે દેશભરમાં આક્રોષ અને ડોક્ટરો-મેડિકલ કર્મચારીઓ હડતાળ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં 17મી ઓગસ્ટે એક અરજી દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ મુખ્ય ન્યાયાધીશને મોકલાયેલા આ પત્રની અરજીમાં સુપ્રીમ કોર્ટને આ ઘટના અંગે સુઓ મોટુ સંજ્ઞાન લેવાની વિનંતી કરાઈ હતી. અરજદારે આર્મી કોલેજ ઑફ ડેન્ટલ સાયન્સિઝ, સિકંદરાબાદની બીડીએસ ડો.મોનિકા સિંહના વકીલ સત્યમ સિંહે કોર્ટને વિનંતી કરી છે કે, આરજી કર મેડિકલ કોલેજમાં અસામાજિક તત્વોએ 14મી ઓગસ્ટે કરેલા હુમલાની પણ નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવામાં આવે.
આ ઉપરાંત અરજી પેન્ડિંગ રહે ત્યાં સુધી કોલેજ અને કર્મચારીઓની સુરક્ષા માટે કેન્દ્રીય દળ પણ તહેાત કરવાનો આદેશ આપવાનો અનુરોધ કરાયો છે. નવમી ઓગસ્ટે મહિલા ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યાની ભયાનક અને શરમજનક ઘટના બની હતી. ત્યારબાદ આ મામલે દેશભરમાં આક્રોષ અને ડોક્ટરો-મેડિકલ કર્મચારીઓ હડતાળ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં 17મી ઓગસ્ટે એક અરજી દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ મુખ્ય ન્યાયાધીશને મોકલાયેલા આ પત્રની અરજીમાં સુપ્રીમ કોર્ટને આ ઘટના અંગે સુઓ મોટુ સંજ્ઞાન લેવાની વિનંતી કરાઈ હતી.
અરજદારે આર્મી કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સિઝ, સિકંદરાબાદની બીડીએસ ડો.મોનિકા સિંહના વકીલ સત્યમ સિંહે કોર્ટને વિનંતી કરી છે કે, આરજી કર મેડિકલ કૉલેજમાં અસામાજિક તત્વોએ 14મી ઓગસ્ટે કરેલા હુમલાની પણ નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવામાં આવે. આ ઉપરાંત અરજી પેન્ડિંગ રહે ત્યાં સુધી કોલેજ અને કર્મચારીઓની સુરક્ષા માટે કેન્દ્રીય દળ પણ તહેાત કરવાનો આદેશ આપવાનો અનુરોધ કરાયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500