ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ ભાજપે ફરી એકવાર ગુજરાતમાં સરકાર બનાવી છે. હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે સીએમ પદના ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા હતા. ત્યારબાદ, તેમની સાથે કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓએ પણ શપથ લીધા છે. પીએમથી લઈને કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ આ ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં ઉત્તર પ્રદેશ સીએમ યોગી આદિત્યનાથ, સાંસદ શિવરાજસિંહ ચૌહાણના મુખ્યમંત્રી અને આસામ સીએમ હિમંત બિસ્વા સરમા ઉપસ્થિત રહ્યા હતા.
કેબિનેટ કક્ષાના મંત્રીઓએ ગાંધીગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથ લીધા જેમાં કાનુ દેસાઇ, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ, બળવંતસિંહ રાજપૂતે શપથ લીધા છે. આ વખતે કેબિનેટમાં નવો ચહેરો શામેલ કરવામાં આવ્યો છે જે બળવંતસિંહ રાજપૂત છે જે પ્રથમ વખત કેબિનેટમાં સામેલ થયા છે. આ ઉપરાંત કાનુ દેસાઇ સહીતના મંત્રીઓ સામેલ છે જ્યારે 10 જેટલા મંત્રીઓને કાપી નાખવામાં આવ્યા છે.
આ 10 નામો મંત્રીઓમાંથી કપાયા
દેવા માલમ, વિનુ મોરડીયા જીતુ વાઘાણી, પુણેશ મોદી કિરીટ સિંહ રાણા, અર્જુનસિંહ ચૌહાણ, જીતુ ચૌધરી, મનીષ વકીલ, નિમિશા સુથાર, ગજેન્દ્રસિંહ પરમાર,
કેબિનેટ મંત્રીઓ
1. કનુભાઈ દેસાઈ - પારડી (વલસાડ)
2. રૂષિકેશભાઈ પટેલ - વિસનગર (મહેસાણા)
3. રાધવજી પટેલ - જામનગર ગ્રામ્ય (જામનગર)
4. બળવંતસિંહ રાજપૂત - સિધ્ધપુર (પાટણ)
5. કુંવરજીભાઈ બાવળીયા - જસદણ (રાજકોટ)
6. મૂળુભાઈ બેરા - જામખંભાળિયા (દેવભૂમિ દ્વારકા)
7. ડો. કુબેરભાઈ ડિંડોર - સંતરામપુર (પંચમહાલ)
8. ભાનુબેન બાબરિયા - રાજકોટ ગ્રામ્ય
રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો)
1. હર્ષ સંઘવી - મજૂરા (સુરત)
2. જગદીશભાઈ વિશ્વકર્મા - નિકોલ (અમદાવાદ)
રાજ્યકક્ષાના મંત્રીઓ
1. પરષોત્તમ સોલંકી - ભાવનગર ગ્રામ્ય
2. બચુભાઇ ખાબડ - દેવગઢ બારિયા
3. મુકેશભાઈ પટેલ - ઓલપાડ (સુરત)
4. પ્રફુલભાઈ પાનશેરિયા - કામરેજ (સુરત)
5. ભીખુસિંહ પરમાર - મોડાસા (અરવલ્લી)
6. કુંવરજી હળપતિ - માંડવી (સુરત)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500