Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જાણો વિધાનસભાના સ્પીકર તરીકે કોનું નામ થયું જાહેર,કોણ બનશે નવા ડેપ્યુટી સ્પીકર

  • December 15, 2022 

ગુજરાત વિધાનસભાનું સત્ર આગામી 20 ડીસેમ્બરના રોજ એક દિવસ માટે મળવા જઈ રહ્યું છે. ત્યારે વિધાનસભાના સ્પીકરને લઈને ઘણા સમયથી કેટલાક નામોને લઈને અટકળો ચાલતી હતી ત્યારે હવે પાર્ટી તરફથી આ નામ જાહેર કરાયું છે. વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરીનું નામ પાર્ટીએ જાહેર કર્યું છે.


અગાઉ કોનું નામ જાહેર થશે તેને લઈને અટકળો હતો ત્યારે ભાજપ તરફથી શંકર ચૌધરીનું નામ વિધાનસભાના અધ્યક્ષ તરીકે અને જેઠા ભરવાડનું નામ વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જાહેર કરાયું છે આ બન્ને નામો પર મહોર મારવામાં આવી છે. શંરક ચૌધરીના નામની શક્યતા છેલ્લા કેટલાક દિવસથી ચાલતી હતી.


જ્યારે 19 તારીખે પ્રોટેમ સ્પીકર દ્વારા સોગંધવિધી ધારાસભ્યોની કરાશે ત્યારે બીજા દિવસે 20 તારીખે દિવસે સત્ર એક દિવસનું વિધાનસભાનું મળવા જઈ રહ્યું છે. જો કે, આ નામ પાર્ટી તરફથી આવતું હોય છે જેની સત્તાવાર જાહેરાત આજે કરાઈ છે. ભાજપની સરકાર ફરી એકવાર સત્તાવાર રીતે બની છે ત્ચારે આ વખતે ફરી ભાજપે પાર્ટી તરફથી શંકર ચૌધરીનું નામ સ્પીકર તરીકે નક્કી કર્યું છે. તેમનું નામ લગભગ પહેલાથી જ ફિક્સ જ માનવામાં આવતું હતું. ભાજપમાંથી તેઓ અગાઉ શિક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા છે ત્યારે તેઓ હવે નવા સ્પીકર બનશે.




ભાજપમાંથી આપશે તેઓ રાજીનામું

શંકર ચૌધરી સ્પીકર બનતા ભાજપ પાર્ટીમાંથી રાજીનામું આપવું ફરજીયાત હોય છે કેમ કે, પ્રોટોકોલ પ્રમાણે આ નિમય ફોલો કરવાનો હોય છે. સ્પીકરમાં ત્રણ નામો એક સાથે ચાલતા હતા જેમાં રમણ વોર, ગણપત વસાવા આ બન્નેના નામો પણ હતા.



અગાઉ અમિત શાહે કહ્યું હતું કે, તમે શંકર ચૌધરીને ચૂંટો અમ તેમને મોટા બનાવીશું

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં પ્રતિધિત્વ મળવું જોઈએ તેમને પ્રતિનિધીત્વ મળ્યું નથી. ત્યારે અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બનાસકાંઠા જઈને પ્રકાર દરમિયાન કહ્યું હતું કે, તમે તેમને ચૂંટીને મોકલો અમે તેમને મોટા બનાવીશું. ત્યારે હવે શંકર ચૌધરીનું નામ સ્પીકર તરીકે સામે આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application