નવી સરકારની રચના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની થઈ ગઈ છે ત્યારે આગામી સમયમાં એક દિવસનું વિધાનસભા સત્ર યોજાશે. આ દરમિયાન વિધાનસભાના નવા અધ્યક્ષની ચૂંટણી એક દિવસીય સત્રમાં યોજાશે. જેથી વિધાનસભાને નવા અધ્યક્ષ પણ મળશે. ખાસ કરીને વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ અત્યારથી વધુ ચર્ચાઈ રહ્યું છે કેમ કે, મંત્રી મંડળમાં તેમને સામેલ કરાય તેવી શક્યતા હતી પરંતુ તેઓ સામેલ થઈ શક્યા ના હોવાથી અનુભવના આધારે સ્પીકર બનાવવામાં આવી શકે છે.
તમામ પક્ષના 182 ધારાસભ્યો લેશે વિધાનસભામાં શપથ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યારે ફરીએકવાર ભાજપે જંગી જીત સાથે જીત મેળવી સરકાર બનાવી લીધી છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો પણ ચૂંટાયા છે. આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ 19 ડિસેમ્બરે પદના શપથ લેશે. વિધાનભાની ચૂંટણી બાદ તમામ ધારાસભ્યો શપથ લેતા હોય છે ત્યારે આ વખતે પણ તમામ પક્ષ અપક્ષના 182 ધારાસભ્યો સામેલ થશે. ખાસ કરીને આ દરમિયાન પ્રોટેમ સ્પીકર ધારાસભ્ય પદના શપથ લેવડાવશે. ત્યારે યોગેશ પટેલ આ શપથ લેવડાવશે. તમામ ધારાસભ્યો 19 અને 20 ડિસેમ્બરે ગાંધીનગરમાં રહેશે. તમામ ધારાસભ્યોના શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. શપથ ગ્રહણ સમારોહ વિધાનસભામાં પરંપરા પ્રમાણે યોજાય છે.
20 ડિસેમ્બરે એક દિવસનું વિધાનસભા સત્ર યોજાશે
20 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાનું એક દિવસનું સત્ર યોજાશે. વિધાનસભાના નવા અધ્યક્ષની ચૂંટણી એક દિવસીય સત્રમાં યોજાશે. અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી, રમણ વોરા, ગણપત વસાવાના નામની ચર્ચા થઈ રહી છે. જો કે, બની શકે છે શંકર ચૌધરીને આ સ્થાન આપવામાં આવી શકે છે. વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ મોખરે છે. રમણ વોરા અને ગણપત વસાવા પણ સ્પીકર માટે રેસમાં છે. વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર તરીકે જેઠા ભરવાડનું નામ ચર્ચામાં છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500