પીએમ મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત થતા તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી વિગતો અનુસાર તેમની તબિયત પહેલા કરતા સુધારા પર છે. માતાને મળવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા છે. અનેક રાજનેતાઓ એક પછી એક યુએન મહેતા પહોંચી રહ્યા છે.
પીએમ મોદીની માતા હીરાબાઈની તબિયત લથડી હતી. તેમને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલે મેડિકલ બુલેટિન જારી કરીને કહ્યું કે તેમની હાલત સ્થિર છે. પીએમ પરિવારના તમામ લોકો હોસ્પિટલમાં હાજર છે. હીરા બાને મંગળવારે ઉધરસની ફરિયાદ હતીહીરાબાની તબિયત સુધારા પર આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તેમના બ્લડ રીપોર્ટ સહીતના રીપોર્ટ કરવામાં આવ્યા હતા. યુએન મહેતામાં હીરાબાને આજે સવારે લવાયા હતા.
હીરાબાની તબિયત નાદુરસ્ત થતા તેમને હોસ્પિટલમાં લવાતા ધારાસભ્યો મુખ્યમંત્રીના ચીફ સેક્રેટરી કે.કૈલાશનાથન પણ પહોંચ્યા હતા. ત્યારે હવે સીએમ ત્યાં પહોંચ્યા છે. આ ઉપરાંત અમદાવાદ પોલીસના અધિકારીઓ પણ પહોંચ્યા છે. અસારવા ધારાસભ્ય દર્શનાબેન તેમજ અન્ય ધારાસભ્યો અને અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા.ખાસ કરીને સ્પેશિયલ ટીમ દ્વારા અત્યારે હીરાબાની સારવાર કરવામાં આવી રહી છે. ત્યારે અત્યારે તેમની તબિયત સુધારા પર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500