ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ત્રિકોણીય જંગમાં એકપછી એક એક્ઝિટ પોલના આંકડાઓ સામે આવી રહ્યા છે, જેમાં કોની સરકાર બની રહી છે તેને લઈને એક્ઝિટ પોલમાં દાવોઓ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ટીવી 9 ભારત વર્ષના સર્વેમાં ભાજપની સરકાર બની રહી છે જ્યારે એબીપીના સર્વેમાં પણ ભાજપ બહુમતી મેળવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે,8 તારીખે મતગણતરી હોવાથી આ આંકડાઓ વધુ સ્પષ્ટ થઈ શકે છે પરંતુ એક્ઝિટ પોલમાં કેટલાક આંકડાઓ સામે આવી રહ્યા છે.
ગુજરાતમાં ભાજપની સરકારનો દાવો
ટીવી 9 ભારત વર્ષના એક્ઝિટ પોલ મુજબ ગુજરાતમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. તેમનો સર્વે ગુજરાતમાં ભાજપને સંભવિત 125-130 બેઠકો આપી રહ્યો છે. કોંગ્રેસને 40-50 સીટો, AAPને 3-5 અને અન્ય પક્ષોને 03-07 બેઠકો મળે તેવી શક્યતા
એબીપી ન્યૂઝના એક્ઝિટ પોલ 2022માં પ્રથમ તબક્કાના આ છે આંકડાઓ
દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર કોને કેટલી બેઠક અને વોટ શેર?
- ભાજપ 26
- કોંગ્રેસ 6
- આપ 2
- અપક્ષ 1
દક્ષિણ ગુજરાતના વોટ શેર
- ભાજપ- 48%
- તમે - 27%
- કોંગ્રેસ - 23%
- અન્ય - 2%
જાણો કચ્છ-સૌરાષ્ટ્રમાં શું છે સ્થિતિ
- ભાજપ 38
- કોં 10
- આપ 5
- અન્ય 1
ગુજરાત ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો કયો હતો?
ટાઈમ્સ નાઉ નવભારતના જણાવ્યા અનુસાર ગુજરાતની ચૂંટણીમાં સૌથી મોટો ચૂંટણી મુદ્દો મોંઘવારીનો હતો. પીએમ મોદીએ રેવડી કલ્ચરને લઈને આમ આદમી પાર્ટીને ઘેરી હતી. ટાઈમ્સ નાઉ નવભારત અનુસાર, 13 ટકા લોકો માનતા હતા કે રેવડી કલ્ચરનો મુદ્દો મહત્વનો હતો.
A. રેવડી સંસ્કૃતિ 13%
B. ભ્રષ્ટાચાર 17%
C. મોંઘવારી 44%
D. બેરોજગારી 26%
2017ના એક્ઝિટ પોલના આંકડા હતા રસપ્રદ
વર્ષ 2017માં, ગુજરાત વિધાનસભા ચૂંટણી માટેના એક્ઝિટ પોલ ખૂબ જ રસપ્રદ હતા જેમાં ટાઈમ્સ નાઉએ ભાજપ માટે 115 અને કોંગ્રેસને 64 બેઠકોનું અનુમાન લગાવ્યું હતુ જ્યારે ચાણક્યએ એક્ઝિટ પોલ પ્રસારિત કર્યો હતો કે ભાજપને 135 અને કોંગ્રેસને માત્ર 47 બેઠકો મળવાનો ક્યાંસ લગાવ્યો હતો. એપીબી ન્યૂઝે એક્ઝિટ પોલ દ્વારા ભાજપ 117 બેઠકો અને કોંગ્રેસ 64 બેઠકો જીતવાનુ અનુમાન લગાવ્યું હતું. જ્યારે ઈન્ડિયા ટુડેએ દાવો કર્યો હતો કે ભાજપને 99થી 113 બેઠકો મળશે અને કોંગ્રેસને 68થી 82 બેઠકો મળશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500