ગુજરાત રમખાણોના કેસમાં ધરપકડ કરાયેલી તિસ્તા સેતલવાડ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત રમખાણોના કેસમાં જેલમાં બંધ તિસ્તા સેતલવાડના જામીન મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જોકે ગુજરાત સરકારે કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને તિસ્તાના જામીનનો વિરોધ કર્યો હતો.સોગંદનામામાં કહેવામાં આવ્યું હતું કે,તિસ્તાએ રાજકારણીઓના કહેવા પર નકલી પુરાવા એકઠા કર્યા હતા અને આ કામ માટે પૈસા મેળવ્યા હતા. તિસ્તા સેતલવાડ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે. તેને આજે કોર્ટે જામીન આપ્યા નથી. હવે ગુરુવારે આ મામલે ફરી સુનાવણી થવાની છે.
ઉલ્લેખનીય છે કે,તિસ્તાની ૨૦૨૨ ના ગુજરાત રમખાણોમાં નિર્દોષ લોકોને ફસાવવા માટે પુરાવા બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.તિસ્તાની અરજી પર જસ્ટિસ યુયુ લલિતની આગેવાની હેઠળની બેંચે રાજ્ય સરકારને નોટિસ પાઠવી તેનો જવાબ માંગ્યો હતો. અગાઉ તિસ્તાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. આની પહેલા સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે,તિસ્તાએ અન્ય આરોપીઓ સાથે મળીને અનેક ગુનાહિત કૃત્યો કર્યા હતા અને ગુનાઓમાં સામેલ હતી. સેતલવાડે રાજકીય પક્ષોના નેતાઓ સાથે મળીને ષડયંત્ર રચ્યું છે અને તે સાક્ષીઓના નિવેદનોથી સાબિત થાય છે.તેમ અગાઉ કહ્યું હતું. જોકે,જામીનને લઈને ગુરુવાર પર સુનાવણી મૂલતવી રખાઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500