Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

IPL 2024માં સૌથી વધુ સિક્સર મારનાર 5 ટીમો વિષે જાણો

  • April 27, 2024 

આઈપીએલ 2024માં શાનદાર બેટિંગ જોવા મળી રહી છે. ટીમ ઈમ્પેક્ટ ખેલાડીના નિયમનો પુરે પુરો ફાયદો ઉઠાવી રહી છે. બેટિંગ શાનદાર જોવા મળી રહી છે. અત્યારસુધી આ સીઝનમાં 41 મેચ રમાઈ છે. જેમાં બેટ્સમેનોએ 729 સિક્સ ફટકારી છે. સનરાઈઝર્સ હૈદરાબાદના હેનરિચ ક્લાસેને સૌથી વધુ સિક્સ મારનાર બેટ્સમેનોની લિસ્ટમાં ટોપ પર છે. આજે અમે તમને આ સીઝનમાં અત્યારસુધીમાં સૌથી વધુ સિક્સ મારનારી ટૉપ-5 ટીમો વિશે જાણીએ. સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ આ સીઝનમાં સૌથી સિક્સ મારવા મામલે ટોપ પર છે.


અત્યારસુધી કોઈ પણ સીઝનમાં હૈદરાબાદે 100 સિક્સ મારી નથી પરંતુ આ વખતે 8 મેચમાં જ પેટ કમિન્સની ટીમ 108 સિક્સ મારી ચુકીછે. સીઝનમાં 2 સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્સમેન હૈદરાબાદના અભિષેક શર્મા અને હેનરિચ ક્લાસેન છે. આરસીબી પોઈન્ટ ટેબલમાં ભલે છેલ્લા સ્થાન પર હોય પરંતુ સિક્સ મારવાના મામલે ટીમ બીજા નંબર પર છે. આનું સૌથી મોટું કારણ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ છે. આરસીબીએ અત્યારસુધી લીગમાં કુલ 90 સિક્સ મારી છે. રિષભ પંતની કેપ્ટનશીપ વાળી દિલ્હી કેપિટલ્સની ટીમ આ સીઝનમાં 86 સિક્સ મારી છે.


કેપ્ટન રિષભ પંત શાનદાર લયમાં જોવા મળી રહ્યા છે. ગંભીર અકસ્માતના કારણે છેલ્લા 15 મહિનાથી ક્રિકેટના મેદાનથી દુર હતો. હવે મેદાન પર પરત ફર્યો છે પંતે 9 મેચમાં 21 સિક્સ ફટકારી છે. જેક ફ્રેઝર 4 મેચમાં 16 સિક્સ મારી છે. હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સ સીઝનમાં અત્યારસુધી 85 સિક્સ મારી છે. ટીમમાં એકથી એક શાનદાર બેટ્સમેન છે. 4 બેટ્સમેનોએ 10 થી વધારે સિક્સ ફટકારી છે. જેમાં રોહિત સિવાય તિલક વર્મા, ઈશાન કિશન અને ડેવિડ સામેલ છે. હાર્દિક પંડ્યાની ટીમે 85 સિક્સ મારી છે. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે સૌથી વધુ સિકસ મારી છે, આ કારણે ટીમ 5માં નંબર પર છે. કોલકાતા નાઈટ રાઈડર્સે 70 સિક્સ ફટકારી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application