Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવરાત્રીથી શરુ થનારી અમદાવાદની મેટ્રોમાં જાણો કેટલું હશે ભાડું, કેટલો થયો આ પ્રોજેક્ટ પાછળ ખર્ચ

  • August 12, 2022 

અમદાવાદમાં મેટ્રો ટ્રેન શરૂ થઈ રહી છે. ત્યારે મેટ્રો એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ સુધી તેમજ વસ્ત્રાલથી થલતેજ સુધી ટ્રેન દોડતી થશે. વડાપ્રધાનનું વિઝન અમદાવાદમાં મેટ્રોને લઈને હતું તયારે નવરાત્રીમાં સપ્ટેમ્બરમાં નવરાત્રી આસપાસ આ ટ્રેન શરુ થવા જઈ રહી છે ત્યારે સૌ કોઈને એ સવાલ થઈ રહ્યો છે કે, મેટ્રોનું ભાડું 5 રુપિયા શરુ કરીને મહત્તમ મેટ્રોનું ભાડું 25 રુપિયા સુધી રહેશે. દરેક સ્ટેશન વધતા ટિકિટના દરમાં 5 રુપિયાનો વધારો થશે.



એટલે કે, 5, 10, 15, 20, 25 સુધીનું ભાડું વસુલવામાં આવશે.મેટ્રોનું ફેઝ વનનું કામ અત્યારે પૂર્ણ થવાના આરે છે. ખાસ કરીને વિવિધ રુટની દરેક ટ્રેનનો ટ્રાયલ રન 320 કિમી સુધીનો પૂર્ણ થઈ ગયો છે. સપ્ટેમ્બર મહિનાના ત્રીજા સપ્તાહમાં મેટ્રોમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો મોકો મળશે. અત્યારે અંતિમ મંજૂરી માટે કાગઝી કાર્યવાહી મેટ્રો રેલ સેવા દ્વારા ચાલી રહી છે. સીએમઆરએસના પાલનમાં 15 દિવસ આસપાલનો સમય લાગી શકે છે.



- 2021માં મેટ્રોનું કામ પૂર્ણ થવાનું હતું

2021માં પૂર્ણ કરવાનો ટાર્ગેટ હતો, પરંતુ કોરોના સંક્રમણનું લોકડાઉન તથા કેટલીક કાયદાકીય બાબતોને કારણે તેને શરૂ કરવામાં અડચણો આવી હતી. મેટ્રો માટે વિવિધ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને તમે મેટ્રોમાં ટિકિટ લઈ લિફ્ટ સીડી મારફતે નીચે જઈ શકશો, નીચે ગયા બાદ સ્ટેશ પરથી ટ્રેન પકડી શકો છો. ફાયર સિસ્ટમ, વેન્ટીલેટરની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે.


-12 હજાર 500 કરોડ રૂપિયાનો ખર્ચ કર


આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં અંદાજિત 12 હજાર 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. અત્યારે પુરજોશમાં મેટ્રોના ઉત્તરથી લઈને દક્ષિણ કોરિડોર પર ટ્રાયલો ચાલે છે. કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટીની ટીમ 20 ઓગસ્ટે 40 કિલોમીટરના સમગ્ર વિસ્તારમાં કામગીરીનું નિરીક્ષણ કરશે. જો કે, એ પહેલા જ દરેક ટ્રેને 320 કીમી.નો ટ્રાયલ રન પૂરો કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application