Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જાણો 1995થી પ્રથમ વખત જીતેતી આવેલી ભાજપને ક્યારે કેટલી સીટો મળેલી,આ વખતે ઈતિહાસ કયા કારણોથી રચાયો

  • December 10, 2022 

ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતમાં સૂર્યોદય સત્તા બનાવવાનો આજથી 27 વર્ષ પહેલા ઉદય થયો હતો. ભાજપે ત્યારથી લઈને અત્યાર સુધીમાં જીતનો જલવો બરકરાર જ રાખ્યો છે. 1985માં માધવસિંહ સોલંકીએ જે 149 સીટો જીતી ત્યાર પછી કોંગ્રેસ હાંસિયામાં ધકેલાતા ભાજપનો ઉદય થયો અને ભાજપે એક પછી એક મોટી સફળતા હાંસલ કરી હતી. ભાજપ 182માંથી સવાસો સીટો આસપાસ મેળવતી રહી હતી જ્યારે ગત વખતે તો સૌથી ઓછું પરફોર્મન્સ 99 સીટોનું રહ્યું હતું. ભાજપને ફરીથી ઓછી સીટોના બેકફૂટ પર જતા આ વખતે સંગઠન,સરકાર અને કેન્દ્રીય નેતૃત્વએ ઘણી મોટી મહેનત કરી હતી. જેનું પરીણામ આજે 156 સીટો રુપે જોઈ શકાય છે પરંતુ સીટોનો ઈતિહાસ પણ ભાજપનો અલગ અલગ રહેશે.




1995થી 2022 સુધી મળેલી ભાજપને સીટો

ગુજરાતમાં ભાજપની સત્તા સુધીની સફર પર નજર કરીએ તો 1995માં ભાજપે પ્રથમ વખત જીત મેળવી હતી. ત્યારથી આ જીતનો સીલસીલો જારી રહ્યો હતો. એ સમયે 121 બેઠકો મળી હતી. 1998માં ફરીથી ચૂંટણી થઈ ત્યારે ભાજપે 117 બેઠકો જીતી હતી. 2002માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપને 127 બેઠકો મળી હતી. 2007ની ચૂંટણીમાં ભાજપે 117 બેઠકો જીતી હતી. 2012માં બીજેપીએ 2 વધુ સીટો ગુમાવી હતી અને સંખ્યા 115 પર અટકી હતી. 2017ની ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન સીટોની દ્રષ્ટિએ સૌથી ખરાબ રહ્યું હતું અને પાર્ટી માત્ર 99 સીટો સાથે 100નો આંકડો પણ સ્પર્શી શકી નહોતી ત્યારે 2022માં 156 સીટોનો રેકોર્ડ બનાવ્યો છે. ભાજપે ઉપર આવવા માટે રણનિતી બનાવી અને 1985 પછી 77 સીટો એટલે કે, એ સમય બાદ સૌથી વધુ સીટો મળતા આગળ જવાની જગ્યાએ કોંગ્રેસ બેકફૂટ પર આવી.



આ કારણો છે જેણે ઇતિહાસ રચ્યો

કોરોના બાદ ચૂંટણીના એક વર્ષ પહેલા આખી સરકાર બદલવામાં આવી, મોટા નેતાઓની ટિકિટ કાપવામાં આવી, ટિકિટ ફાળવણીમાં વિજેતા ઉમેદવારો અને તેમાં પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું, ભાજપે આ વખતે આક્રમક પ્રચાર કર્યો હતો. કાર્પેટ બોમ્બાર્ડીંગથી બીજેપીએ મોટો માહોલ બનાવ્યો, વર્તમાન પાંચ મંત્રીઓની ટિકિટ કાપવામાં આવી અને જનતાને સકારાત્મક સંદેશ આપ્યો. પીએમ મોદીએ આપેલા આ ગુજરાત મેં બનાવ્યું સફળ રહ્યું. પીએમ મોદીનો કોંગ્રેસના ગઢમાં ઝંઝાવાતી પ્રચાર.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application