Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જુનિયર ક્લાર્કની પરીક્ષામાં સંખ્યા પ્રમાણે જાણો કેટલા કરોડ થાય છે ફીની રકમ

  • January 30, 2023 

ગુજરાત જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર રદ થતા અરજી ફી રૂ.100 હતી. જો કુલ ઉમેદવારો પાસેથી 100 રૂપિયાના આધારે લેવામાં આવેલી રકમ ગણીએ તો તે 9.5 કરોડ રૂપિયાથી વધુ છે. આ ઉપરાંત બસોના ડીઝલનો ખર્ચ પણ મોટો થઈ જાય છે.ગુજરાતમાં જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક થયું છે.




રાજ્યમાં લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવી છે. વડોદરા પોલીસને યુવક પાસેથી પેમ્ફલેટની કોપી મળી હતી, જે બાદ યુવકની ધરપકડ કરવામાં આવી હતી. આ પરીક્ષા 1,181 જગ્યાઓ માટે 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.આ ભરતીઓ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવી છે.



જોકે,ભરતી માટે રાજ્ય સરકારમાં ફરીથી આ પ્રકારે ફી ભરવાની જરૂર રહેતી નથી. ગઈકાલે બસ ભાડું પણ રીટર્ન માટે આપવાની ફરજ પડી નહોતી પરંતુ બસોના ઈંધણનો ખર્ચ પણ સરકારને મોંઘો પડતા કરોડોનો ધુમાડો થયો છે.ઉમેદવારોએ આ પરીક્ષા માટે 18 ફેબ્રુઆરી 2022થી 8 માર્ચ 2022 સુધી અરજી કરી હતી. જેમાં જુનિયર ક્લાર્ક અને એકાઉન્ટ ક્લાર્કની જગ્યાઓ દૂર કરવામાં આવી હતી. જેમાં લાયકાત 12મું પાસ હતી અને 1 જાન્યુઆરી 2023 સુધીમાં ઉંમર 18 વર્ષથી વધુ અને 36 વર્ષથી ઓછી માંગવામાં આવી હતી. નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી હતી. આ માટેની અરજી ફી 100 રૂપિયા હતી.



તે મુજબ બોર્ડને આમાંથી કરોડો રૂપિયા મળ્યા હતા. જો કુલ ઉમેદવારો પાસેથી 100 રૂપિયાના આધારે લેવામાં આવેલી રકમ લેવામાં આવે તો તે 9.5 કરોડ રૂપિયાથી વધુ છે. આ માટે કુલ 100 માર્કસ માટે MCQ પ્રકારની લેખિત પરીક્ષા યોજાવાની હતી. આ માટે 2,995 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા. જો તમારી પસંદગી ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની આ જગ્યાઓ માટે કરવામાં આવે છે,તો તમને દર મહિને 19,950 રૂપિયાનો પગાર મળશે.



ગઈકાલે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર ન જવા સૂચના આપવામાં આવી છે. ઉમેદવારો પેપર આપવા માટે પોતાના ઘરેથી નીકળી રહ્યા હતા. તેઓને પરીક્ષા કેન્દ્રોમાં જતા અટકાવવામાં આવ્યા હતા. પેપર લીક થવાથી વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News