Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા ખાતે ,'Know Your Police : Jane 8 Peher Ke Pehari Ko' દિવસની ઉજવણી કરાઈ

  • September 09, 2023 

આહવાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત "Know Your Police : Jane 8 Peher Ke Pehari Ko" થીમ આધારિત કાર્યક્રમ યોજાઈ ગયો. જેમા એન.એસ.એસ.ના કુલ ૧૭૦ સ્વયંસેવકો, અને પ્રોગ્રામ ઑફિસરોએ આહવાના પોલીસ હેડ કવાટર્સની મુલાકાત લીધી હતી. ડાંગના ડી.વાય.એસ.પી. શ્રી સુનિલ પાટિલ તથા પી.એસ.આઈ. દ્વારા પોલીસની કામગીરી, તેની સામેના પડકારો, અને સુરક્ષા દળો વિશે સમજણ આપી હતી. ડાંગ જિલ્લામાં કુલ ૪ પોલીસ સ્ટેશન અને એમાં આવેલી ચોકીઓ વિશે માહિતગાર કર્યા હતા.



સ્વયંસેવકોને ગુનેગારોને કઈ કલમ હેઠળ કઈ રીતે પકડવું, તેના વિશે બાળકોને માહિતગાર કર્યા હતા. દરમિયાન હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઈ ગામીત તથા બહાદુરભાઈ વસાવા દ્વારા જુદા જુદા શસ્ત્રો વિશે સમજણ આપવામાં આવી હતી. સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, આહવા જિ.ડાંગ અને એકલવ્ય રેસિડેન્સિયલ મોડેલ સ્કૂલ, આહવાના એને.એસ.એસ.ના સ્વયંસેવકોએ વિવિધ શસ્ત્રો વિશે નિરીક્ષણ કરી, તેની વધુ માહિતી શ્રી ભોવાનભાઈ પવાર (હેડ કોસ્ટેબલ) પાસેથી મેળવી હતી. સાથે ગુન્હેગારોને પકડવા, ચોરીને માત આપવા માટે સ્પેશ્યલ ડોગ (કુકી અને જેક) ની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને ખૂબ જ મજા આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application