Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : નવી સિવિલ હોસ્પિટલમાં જન્મેલ ૮૬ બાળકોને કીટનું વિતરણ કરાયું

  • October 08, 2023 

સમાજમાં દાનનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે બે હાથથી કરવામાં આવેલ દાન આપણને હજારો હાથથી પરત મળે છે.ત્યારે આજે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે સામાજિક કાર્યકર્તા ડો.અનિલભાઇ નાયકના માતાશ્રી વિદ્યાબેન જયદેવભાઇ નાયકના જન્મ દિન નિમિતે તાજા જન્મેલા ૮૬ બાળકોને કીટ્સનું દાન કર્યું હતું તેમજ દર્દીઓની સુવિધા માટે ૫ વ્હીલચેર પણ અર્પણ કરી હતી. આ પ્રસંગે મુળ મહેસાણાના સામાજિક કાર્યકર ડો.અનિલભાઇ નાયકએ જાણાવ્યુ કે “નાનાપણથી જ માતાશ્રીએ દાન કરવાનો મહિમા સમજાવ્યો હતો. જેથી દર વર્ષ માતૃશ્રીના જન્મ દિને વિવધ સ્થળો પર દાન આપી એમના જન્મ દિવસની ઉજવણી કરીએ છીએ.



એમને પહેલાથી જ નાના બાળકો પ્રત્યે અતૃત પ્રેમ, લાગણી હતી. જેથી મારા મનમાં વિચાર આવ્યો કે એમના જન્મદિવસે તાજા જન્મેલા બાળકોને જરૂરિયાતની ચીજવસ્તુની કીટનું દાન આપવું એજ એમના માટે સાચી ગ્રીફ્ટ છે. જેથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ કાઉન્સિલનો સંપર્ક કરી સિવિલ હોસ્પિટલમાં નવા જન્મેલા ૮૬ બાળકોને કીટ વિતરણ કર્યું હતું તેમજ દર્દીઓની સુવિધા માટે ૫ વ્હીલચેર પણ અર્પણ કરી હતી આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખએ જાણાવ્યું હતું કે, “માતાશ્રી વિદ્યાબેન જગદીશભાઇ નાયકાના જન્મદિવસ નિમિતે સુરત સિવિલ હોસ્પિટલમાં તાજા જન્મેલા ૮૬ બાળકોની જરૂરિયાતની ચીજવસ્તુ જેવી કે ઘોડિયું, ગોદડી, રૂમાલ, કપડાંની કીટ્સનું અર્પણ કર્યું હતું. આવા પ્રસંગો ખરેખર એક શીખ આપે છે, જન્મદિવસ નિમિતે આવા ભગીરથ કાર્ય કરવાથી સાચા જન્મદિવસની ઉજવણી કરી કહેવાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application