ડાંગ જિલ્લાના ICDS શાખા સુબીર -ઘટકમા ‘’સશકત અને સુપોષિત કિશોરી અભિયાન‘’ અંતર્ગત કિશોરી મેળો યોજવામા આવ્યો હતો. કિશોરી મેળામા 200થી વઘુ કિશોરીઓએ ભાગ લીઘો હતો. મેળામા વિવિઘ વકતાઓ તરફથી કિશોરીઓને પોષણ, શિક્ષણ, સ્વરોજગારી, આરોગ્ય, કાનુની સલાહ, માર્ગદર્શન તેમજ સરકારશ્રીની કિશોરીઓ માટેની વિવિઘ યોજનાઓ અંગે માર્ગદર્શન આવ્યુ હતુ. તેમજ કિશોરીઓએ પણ આઇ.સી.ડી.એસ. યોજનામાથી મળતા લાભો અંગે પોતાના વકતવ્યો રજુ કર્યા હતા.
સ્પર્ઘામા વિજેતા કિશોરીઓને પ્રોત્સાહીત કરવા માટે ‘’પુર્ણા ક૫’’ પ્રમાણપત્ર અને પૂર્ણા કીટ આ૫વામા આવી હતી. તેમજ પુર્ણાની પ્રતિજ્ઞા લેવામા આવી હતી અને પુર્ણા સેલ્ફી પોઇન્ટથી સેલ્ફી લેવામા હતી. ઉપસ્થિત મહેમાનો, કર્મચારીઓ અને કિશોરીઓની સીગનેચર પોઇન્ટ પર સીગનેચર કરવામા આવી હતી. તમામ યોજનાકીય સ્ટોલમા દરેક કિશોરીઓએ મુલાકાત લીધી. તેમજ 116 જેવી કિશોરીઓ HB તપાસ કરી તંદુરસ્ત કિશોરીઓને પ્રોત્સાહિત ઇનામ વિતરણ કરવામા આવ્યુ હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500