એક તરફ દિવાળીના પર્વનો આનંદ ઉત્સાહ અને ઉલ્લાસમાં ફટાકડા ફોડી મીઠાઈઓનો તહેવાર મનાવવામાં આવતો હોય છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે હત્યા જેવું ગુનો બનતા સાબરકાંઠાના હિંમતનગરના નવા ગામમાં એક સાથે સાત આરોપીઓ જેલના હવાલે થયા છે. તેમજ સ્થાનિક વડીલનું મોત થતા સમગ્ર ગામમાં આનંદ ઉલ્લાસની જગ્યાએ ગમગીની છવાઈ છે.
હિંમતનગરના નવાગામ ખાતે દિવાળી નિમિત્તે સ્થાનિક યુવકો દ્વારા ફટાકડા ફોડવા મામલે ગામના ગૃહસ્થે નકારો પાડતા અચાનક ઉશ્કેરાયેલા યુવકોએ ગૃહસ્થને માર મારતા સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. જોકે તેમના પરિવારજન દ્વારા સાત યુવકો સામે પોલીસ ફરિયાદ કરાતા પોલીસે તમામની અટકાયત કરી છે. તેમજ અટકાયત બાદ સબજેલ ધકેલાયા છે. ત્યારે આનંદ ઊલ્લાસ અને ઉમંગનો તહેવાર હિંમતનગરના નવાગામ ખાતે ફટાકડા જેવી સામાન્ય બાબતે હત્યા જેવું ગુનો નોંધાતા સમગ્ર વિસ્તારમાં શોકમાં ફેરવાયો છે.
જોકે નવાગામ ખાતે દિવાળી નિમિત્તે લોકો જ્યારે ફટાકડા ફોડી રહ્યા હતા. ત્યારે સ્થાનિક ગૃહસ્થે ફટાકડા ન ફોડવાની રજૂઆત કરતા ઉશ્કેરાયેલા યુવકોએ અચાનક માર મારતા મામલો બિચકે હતો. તેમજ એકસાથે સાત જેટલા યુવકોએ ગૃહસ્થને મૂઠ માર મારતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયુ છે. જેના પગલે પરિવારે ફરિયાદ દાખલ કરતા પોલીસ પણ ફરિયાદમાં નોંધાયેલ તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે.
જોકે દિવાળી જેવા તહેવારમાં ભાન ભૂલેલા યુવકો દ્વારા સ્થાનિક ગામના ગૃહસ્થને મરણ તોલ માર મરાતા પરિવારજનો દ્વારા તેમને પ્રથમ સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરાયા હતા. જ્યાં તેમનુ મોત થયું હતું. જોકે અચાનક થયેલા હંગામા દરમિયાન ગૃહસ્થનું મોત થતા પરિવારજનો માટે પણ સમગ્ર બનાવ આઘાતજનક બન્યો છે. યુવાનોનો સામાન્ય આનંદ અને ઉલ્લાસ ક્યારેક કોઈના મોત માટે જવાબદાર બને છે. ત્યારે ઉત્સવનો આનંદ સમગ્ર જીવન માટે અભિશાપ પણ બની જાય છે. જોકે સામાન્ય બાબત હત્યા સુધી પહોંચતા પોલીસે તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. ત્યારે આગામી સમયમાં આ મામલે કેવી અને કેટલી સજા થાય છે તે પણ જોવુ મહત્વનું બની રહે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500