સોનગઢના સાતકાશીમાં એક યુવકની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે હત્યાની બનેલ આ ઘટનામાં પણ આરોપી કોઈ અજાણી વ્યક્તિ નહીં પરંતુ પરિચિત તેમજ સંબંધ ધરાવનારી હોવાનું સામે આવ્યું છે. આમ, લોહીના સંબંધ ધરાવનારી વ્યક્તિ એ જ લોહી વહાવ્યું હોવાનું સામે આવ્યું છે. જેને લઇ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
પિતાના કહ્યા માં ન રહેતો યુવાન પુત્ર અને પિતા વચ્ચે બોલાચાલી થઇ હતી
પ્રાપ્ત માહિતી અનુસાર સોનગઢ તાલુકાના સાતકાશી ગામે પરિવાર સાથે રહેતો મનુભાઈ વસાવા નામના પિતાએ બુધવાર નારોજ કુહાડીના ઘા ઝીંકી પોતાના જ (૨૫ વર્ષીય) યુવાન પુત્ર અમિતકુમાર વસાવાની હત્યા કરી મોત નિપજાવ્યું હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પિતાના કહ્યા માં ન રહેતો યુવાન પુત્ર અને પિતા વચ્ચે બોલાચાલી થઇ હતી. જે બોલાચાલીમાં પિતા ઉશેરાઈ જતા પુત્ર ઉપર કુહાડીના ઘા ઝીંક્યા હતા, જેના કારણે પુત્ર અમિતકુમાર વસાવાને ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. જોકે ઘટનાની જાણ થતા સોનગઢ પોલીસ સ્ટેશનનો કાફલો બનાવ સ્થળે પહોચી તપાસ શરુ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500