સુરતના ચોકબજાર પંડોલ વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે લગભગ 4 વાગ્યે ખુની ખેલ ખેલાયો હતો. પૈસાની લેતી દેતી મામલે 4 જેટલા લોકો પર જીવલેણ હુમલો કરવામાં આવતા ડબલ મર્ડરની ઘટના બની છે. માહિતી મુજબ, આ હુમલામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ઉપરાંત, અન્ય એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે, જ્યારે એક વ્યક્તિને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવી છે. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરતના ચોકબજાર પંડોળ વિસ્તારમાં આજે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં 4 લોકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બે લોકોના મોત થયા છે. જ્યારે, અન્ય એકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. ઉપરાંત,અન્ય એક વ્યક્તિને હોસ્પિટલથી રજા આપવામાં આવી છે. આ ઘટના અંગેની જાણ પોલીસને થતા એસીપી,ડીસીપી સહીત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
પૈસાની લેતી-દેતી મામલે ઝઘડો થતા હુમલો થયો
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે,આ હુમલામાં રાજુ અને કૈલાશ નામના યુવકોનું મોત થયું છે. જ્યારે હુમલો કરનારાની ઓખળ નાસિર અને દિવાન નામના શખ્સ તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ, પૈસાની લેતી-દેતીમાં ઝઘડો થતા જૂની અદાવત રાખીને આ હુમલા કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, જ્યાં આ બનાવ બન્યો છે ત્યાં ખાણીપીણીની જગ્યા હતી. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500