પાંડેસરા ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે રહેતા રેલવે ટીકીટ એજન્ટ પાસેથી પંદર દિવસ પહેલા ટીકીટ લીધા બાદ ગુમ થયેલી માતાની શોધખોળ કરવા માટે ત્રણ મિત્રો સાથે પુછપરછ કરવા માટે ગયેલા પુત્રએ એજન્ટ અને તેની પત્નીનું રીક્ષામાં અપહરણ કરી ગયો હતો જાકે બનાવની ગંભીરતાથી લઈ પોલીસે ગણતરીની મીનીટોમાં અપહરણકારોને ખરવાસા રોડ પાસેથી ઝડપી પાડી બંને જણાને મુક્ત કરાવ્યા હતા.
બનાવની પાંડેસરા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ પાંડેસરા ગુજરાત હાઉસીંગ બોર્ડ એલ.આઈ.જી ખાતે રહેતા હિરામણી શર્મા સુરત રેલવે સ્ટેશન ખાતે રેલવે ટિકીટ એજન્ટનું કામ કરે છે. હિરામણી પાસેથી પંદર દિવસ પહેલા તેના વતનનો ક્રિષ્નાની માતા ગીતાદેવી રેલવેની ટીકીટ લેવા માટે ગઈ હતી ત્યારબાદ ગીતાદેવી પરત ઘરે ન આવી તેની બહેનપણીના ત્યાં રહેવા માટે ચાલી ગઈ હતી. ગીતાદેવીની શોધખોળ કરવા છતાંયે કોઈ પત્તો મળયો ન હતો અને બે દિવસ પહેલા પરત ઘરે આવી ગયા હતા.
ત્યારે તેના પુત્ર કિષ્નાને એવુ હતુ કે તેની માતા ક્યાં હતી તે હિરામણીને ખબર હતી જેથી તે જાણવા માટે તેના ત્રણ મિત્રો સાથે રીક્ષામાં હિરામણીના ઘરે ગયો હતો. અને હિરામણીને મારી માતા ક્યા છે વીસેક દિવસ પહેલા તારી પાસે ટીકીટ લેવા માટે આવી હોવાનું પુછતા હિરામણીએ બાંદાની ટીકીટ કરાવી આપ્યા બાદ તારી માતા ક્યાં ગઈ છે મને ખબર નથી તુ તારા મિત્રોને લઈને મારા ઘરે કેમ આવ્યો હું પોલીસ બોલાવુ કહેતા ક્રિષ્નાએ જ્યા સુધી મારી માતા મળતી નથી અને જો મારી માતા મળી નથી તો તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી બોલાચાલી કરી રીક્ષામાં હિરામણી અને તેની પત્નીને બેસાડી અપહરણ કરી જે સાંજ સુદીમાં મારી માતા ન મળી તો બંને જણાને જાનથા મારી નાંખીશુ તેવી ધમકી આપી અપહરણ કરી ગયો હતો બનાવ અંગે હિરામણીના પુત્ર સંજીવ શર્માએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પાંસેડરા પોલીસે સ્થળ પર દોડી આવી હતી અને બનાવની ગંભીરતાથી લઈને ગણતરીના કલાકોમાં ખરવાસા રોડ પરથી ક્રિષ્ણ્ના અને તેના સાગરીતોને ઝડપી પાડી હિરામણી અને તેની પત્નીને મુક્ત કરાવ્યા હતા. બનાવ અંગે પોલીસે હિરામણીના પુત્ર સંજુની ફરિયાદ લઈ ક્રિષ્ના સહિતના આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500