સોનગઢમાં એક પરિવારની સગીર દીકરીનું અપહરણ કરી જઇ તેની સાથે દુષ્કર્મ આચરનાર બે યુવક વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી મુજબ સોનગઢના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીરવયની દીકરીનું ગુણસદા ગામના બંગલી ફળિયાના રહેતો નિખિલ સખારામભાઇ ગામીત નામના યુવકે સગીરાના પિતાને તારી છોકરી સાથે લગ્ન કરવાનો છું કહેતા, સગીરાના પિતાએ ના પાડી હતી. જેથી આરોપીએ છોકરીને ભગાડી જવાની ધમકી આપી હતી અને છોકરીને પણ ફોન કરી ધમકી આપી હતી.
તા.૧૭/૦૫/૨૦૨૩ ના રોજ નિખિલ તેના મિત્ર રૂપલ સુનીલભાઈ ગામીત રહે.ગુનખડી ગામ –સોનગઢ નાની સાથે બાઈક પર આવી કાયદેસરના વાલીપણા માંથી સગીરાંનું લગ્નની લાલચે અપહરણ કર્યું હતું અને ગાળકુવા ગામે સબંધીના ઘરે લઇ જઈ સગીરાને મારમારી મિત્રની મદદથી બળજબરી કરી બળાત્કાર કર્યો હતો,સોનગઢ પોલીસે સગીરાના પીતાની ફરિયાદના આધારે બંને આરોપી વિરુદ્ધ પોક્સો, અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500