Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં હીરાવાડી ગામેથી ટેમ્પોમાં ખેરનાં લાકડા મળી આવ્યા, વન વિભાગે રૂપિયા 2.90 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

  • June 21, 2024 

સોનગઢનાં હીરાવાડી ગામેથી સાદડવેલ રેંજના વન વિભાગનાં સ્ટાફે ખેરનાં લાકડા ભરેલા એક પીકઅપ ટેમ્પાને ઝડપી લીધો હતો. જોકે અંધારાનો લાભ લઇ પીકઅપ ટેમ્પાનો ચાલક ભાગી જવામાં સફળ રહ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સાદડવેલ રેંજનાં આર.એફ.ઓ., સી.કે.આજરા અને સ્ટાફને બાતમી મળી હતી કે, હીરાવાડીનાં મુખ્ય રોડ પરથી ખેરના લાકડા ભરેલ એક પીકઅપ ટેમ્પો પસાર થનાર છે.


જે બાતમીનાં આધારે સાદડવેલ રેંજના સ્ટાફે બુધવારનાં રોજ રાત્રિનાં 10 વાગ્યાના અરસામાં હિરાવાડીમાં વોચ ગોઠવી હતી. તે સમયે પુરઝડપે પસાર થતા લાકડા ભરેલો પીકઅપ ટેમ્પોને રોકવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ચાલકે પૂરઝડપે ભગાવતા વન વિભાગના સ્ટાફે તેનો ટોકરવા અને ત્યાંથી ઝરાલી રોડ પર પીછો કરતા પીકઅપ ટેમ્પાનો ચાલક અંદરના ગ્રામ્ય રસ્તે ફરી હીરાવાડી તરફ ભાગ્યો હતો.


જયારે પાછળ વન વિભાગે વાહનને પીછો કરતા જોઇ પીકઅપ ટેમ્પાનો ચાલક હીરાવાડી નજીક એક રીંગણના ખેતરમાં પીકઅપ ટેમ્પો ઉતારી અંધારામાં ભાગી છુટયો હતો. વન વિભાગના સ્ટાફે ટેમ્પો નંબર MH/12/SF/4783માંથી રૂપિયા 40 હજારની કિંમતના ખેરના લાકડા અને રૂપિયા 2.50 લાખની કિંમતનો પીકઅપ ટેમ્પો મળી કુલ્લ રૂપિયા 2.90 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. વન વિભાષે ભાગી છુટેલા અજાણ્યા ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.(ફાઈલ ફોટો)




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application