Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલના ચચરબુંદા નજીકથી ખેરના લાકડા ઝડપાયા

  • September 24, 2021 

ઉચ્છલના ચચરબુંદા પાસે વન વિભાગે ૧૩ ખેરના લાકડા તથા કરવત અને કુહાડી મળી રૂ.૧૯૨૬૪/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

નેશુ પશ્ચિમ રેંજના ભડભૂંજા રાઉન્ડમાં વનકર્મીઓ નાઇટ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન રાત્રે ઉચ્છલના ચચરબુંદા પાસે આવેલી જુની પોલીસ ચોકી નેશનલ હાઇવે પર જીપ કાર ઉભી રાખેલી જોવા મળતા વનકર્મચારીઓ નજીક પહોંચતા જ સીલવર જીપ ચાલકે જીપ હંકારી મુકી હતી.

 

 

 

 

એટલું જ નહીં  લાકડાચોરોએ સરકારી મોટરસાયકલને ટક્કર મારી અંધારાનો લાભ લઇ ફરાર થઈ ગયા હતા. કંમ્પાર્ટમેન્ટ નં.૭૪ માંથી ખેલ નંગ-૧૩ ૦.૭૩૧ ઘનમીટર, કરવત નંગ-૧, કુહાડી નંગ-૧ મળી કુલ રૂ.૧૯૨૬૪/- નો મુદ્દામાલ વન વિભાગે જપ્ત કર્યો હતો.( ફાઇલ.ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application