ખેડા જિલ્લાનાં નડિયાદ નજીકનાં દાવડા-દેગામ સ્થિત આવેલ એક પોલીમર કંપનીમાં ભીષણ આગ લાગતાં અફડાતફડી મચી જવા પામી હતી. ઘટનાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ બનાવ સ્થળે પહોંચી પાણીનો છંટકાવ શરૂ કરી દીધો હતો અને આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. જયારે આ બનાવમાં આણંદ ફાયર બ્રિગેડની પણ મદદ લેવાય હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નડિયાદ પાસેના દાવડા-દેગામ સ્થિત યુનીશન પોલિમર નામની કંપનીમાં આજરોજ એકાએક આગનો બનાવ બન્યો હતો જેમાં તાડપત્રી બનાવતી આ કંપનીમાં ભીષણ આગ લાગી હતી.
જોકે, આગની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને કરવામાં આવતા 3 ફાયર બ્રાઉઝરો ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધરાયા હતા. આ આગ એટલી વિકરાળ હતી કે, આગના ધુમાડા ગોટે ગોટા 3 કિલોમીટર દૂર સુધી જોવા મળ્યાં હતા અને લગભગ નડિયાદની કુલ 4થી વધુ વોટર બ્રાઉઝર તથા આણંદના 2 વોટરબ્રાઉઝર દ્વારા હજારો લીટર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને એ બાદ આગ કાબૂમાં આવી હતી. પરંતુ આ આગ ક્યાં કારણોસર લાગી તે જાણી શકાયુ નથી. ઘટનાને પગલે આસપાસના સ્થાનિકોનો કંપનીની બહાર ટોળા થયા હતા. સમગ્ર ઘટનાની જાણ નડિયાદ રૂરલ પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. વધુમાં આ આગનાં બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ ના હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application