ખાલિસ્તાન સમર્થક અને ભાગેડુ અમૃતપાલ સિંહે સરેન્ડર કર્યું છે. તે ઘણા દિવસોથી ફરાર હતો. અમૃતપાલે પંજાબની મોગા પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે. પંજાબના ડી ચીફ અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહને મોગાના ગુરુદ્વારામાંથી કસ્ટડીમાં લીધા બાદ પોલીસે તેની ધરપકડ કરી છે. અમૃતપાલ 36 દિવસ બાદ પોલીસના હાથે ઝડપાયો છે. અજનાળાની ઘટના બાદ તે ફરાર થઈ ગયો હતો. ભાગેડુની પત્ની કિરણદીપ કૌરને ત્રણ દિવસ પહેલા ગુરુવારે (21 એપ્રિલ) અમૃતસર એરપોર્ટ પર રોકવામાં આવી હતી.
અમૃતપાલના તમામ સાથીઓની ધરપકડ થઈ ચૂકી છે. તેના સાથીદારોની સતત પૂછપરછ કરવામાં આવી રહી હતી. એવું માનવામાં આવે છે કે પોલીસે તેની પત્ની પર દબાણ શરૂ કર્યા પછી જ તે પણ કસ્ટડીમાં આવ્યો. અમૃતપાલને ડિબ્રુગઢ જેલમાં મોકલી શકાય છે. જ્યારે તે ફરાર હતો ત્યારે તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી અનેકવાર વીડિયો જાહેર કર્યા હતા.
સૌથી પહેલા 18 માર્ચે પોલીસે અમૃતપાલ સિંહ અને તેના સહયોગીઓને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન પોલીસે તેના ઘણા સહયોગીઓની ધરપકડ કરી હતી પરંતુ અમૃતપાલ ભાગવામાં સફળ રહ્યો હતો. ત્યારથી પોલીસ તેને સતત શોધી રહી હતી, પરંતુ તે સતત પોતાનો વેશ બદલીને પોલીસથી બચી રહ્યો હતો.આ પહેલા પંજાબ-હરિયાણા હાઈકોર્ટે પણ પંજાબ પોલીસને ઠપકો આપ્યો હતો કે જ્યારે અમૃતપાલના સહયોગીઓ પકડાયા ત્યારે પોલીસ કેવી રીતે પહોંચી શકી નહીં. હવે કહેવામાં આવી રહ્યું છે કે અમૃતપાલે સરેન્ડર કર્યું છે. અમૃતપાલ છેલ્લા ઘણા દિવસોથી ફરાર હતો. તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી અનેકવાર વીડિયો પણ જાહેર કર્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે બૈસાખીના અવસર પર આત્મસમર્પણ કરશે, પરંતુ તેણે આત્મસમર્પણ કર્યું નહીં. પંજાબ પોલીસે નેપાળ બોર્ડર સુધી સમગ્ર દેશમાં ઓપરેશન હાથ ધર્યું હતું. પંજાબ પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500