બીમારી આવે ત્યારે એલોપેથી દવાઓ સૌથી વધુ ગળવામાં આવે છે પરંતુ બીમારી દૂર થાય ત્યાર બાદ દવાઓ ઘરમાં જ પડી રહે છે. લોકો આડઅસરના ડરથી દવાનો કોર્ષ પણ પુરો કરતા નથી. એક અંદાજ પ્રમાણે કુલ દવાના વેચાણમાં ૨૦ ટકા જેટલી દવાઓ ઘરમાં પડી રહે છે અને એક્ષ્પાયર થાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર કેરલ સરકારે એકસપાયર્ડ અને બિન ઉપયોગી દવાઓ વિરુધ એક અનોખું અભિયાન શરુ કર્યુ છે જેનું નામ એનપ્રાઉડ (ન્યૂ પ્રોગ્રામ ફોર રિમૂવલ ઓફ અનયૂઝ્ડ ડ્રગ્સ) રાખવામાં આવ્યું છે.
આ અભિયાન અંર્તગત ઘરે ઘરે વપરાશ વગરની અને એકસપાયર્ડ થયેલી દવાઓ એકત્રિત કરવામાં આવશે. દેશમાં આ પ્રકારનો પ્રથમ કાર્યક્રમ છે જેની શરુઆત ૨૨ ફેબુ્આરીના રોજ કોઝિકોડથી થશે. સરકારની યોજના કોઝીકોડ બાદ આ અભિયાન સમગ્ર રાજયમાં લાગુ પાડવાની છે. ઘરે ઘરેથી નકામી દવા ઉઘરાવવા ઉપરાંત દવાના કલેકશન પોઇન્ટ પણ તૈયાર કરવામાં આવશે. ખાસ પ્રકારના વાદળી બોકસ જેમાં દવા જમા કરાવી શકાશે. લોકોએ જ નહી જથ્થાબંધ દવા વેચતા સ્ટોકિસ્ટ અને મેડિકલ સ્ટોર્સવાળા અને દવાખાનું ચલાવતા તબીબોએ પણ નકામી દવાઓ નિર્ધારિત કલેકશન પોઇન્ટ પર જમા કરાવવી પડશે.
આરોગ્યમંત્રી વીના જયોર્જના જણાવ્યા અનુસાર એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, એકસપાયર્ડ અને અનુઉપયોગી દવાઓ બેદરકારીથી જમીનમાં ભળતી હોવાથી જળસ્ત્રોતોને નુકસાન કરે છે. આનાથી એન્ટ્રીમાઇક્રોબિયલ રેજિસ્ટેંસ, સ્વાસ્થ્ય સમસ્યાઓ અને પર્યાવરણ દૂષિત થાય છે. વિવિધ પ્રકારના સ્ટડીને આધાર બનાવીને રાજયના ડ્રગ્સ કંટ્રોલ વિભાગે બાયો મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ એકટ અને અન્ય નિયમોની જોગવાઇ હેઠળ નકામી દવાઓની સમસ્યામાંથી મુકિત માટે એન્પ્રાઉડ પ્રોગ્રામ લોંચ કર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500